• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Thought Meeting Of 100 Societies Against Drug Addiction, Where Tobacco Pollution Does Not Go Away, Youths Got Addicted To Drugs, Now An Action Plan Will Be Made.

​​​​​​​‘યુવાપેઢીને​​​​​​​ નશાયુક્ત કરવાનું ષડયંત્ર’:નશાખોરી સામે 100 સોસાયટીની ચિંતન બેઠક, તમાકુનું દૂષણ છૂટતું નથી ત્યાં તરૂણો ડ્રગ્સના રવાડે ચઢ્યા, હવે એક્શન પ્લાન બનાવાશે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવા પેઢીમાં વ્યસનનું પ્રમાણ વધી ગયું હોવાને કારણે ચિંતિત વાલીઓની બેઠક ખાતે મળી હતી. - Divya Bhaskar
યુવા પેઢીમાં વ્યસનનું પ્રમાણ વધી ગયું હોવાને કારણે ચિંતિત વાલીઓની બેઠક ખાતે મળી હતી.
  • મોટા વરાછામાં મળેલી બેઠકમાં 6 શાળા સંચાલકોએ પણ વ્યથા ઠાલવી, વ્યસની બાળકોના કિસ્સા જણાવ્યા
  • બાળકોના નશાના કિસ્સાઓ પર ચર્ચા કરતા વાલીઓ

મોટા વરાછા સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ સ્કૂલ પ્રાંગણમાં સોમવારે રાત્રે મીટીંગનું આયોજન કરાયું હતું, જેમાં નવી યુવાપેઢી નશાખોરી તરફ વધારે જઈ રહી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. માત્ર માવા-બીડી-તમાકુ સુધી જ નહીં પરંતુ હવે દારૂ-ગાંજો અને ડ્રગ્સ સુધી લબરમુછીયાઓ પહોંચી ગયા હોવાની વાત કરતા હિરેનભાઈ ખેનીએ જણાવ્યું હતું કે, વાલીઓ માત્ર પોતાના કામ-ધંધામાં અને વ્યવહારમાં વ્યસ્ત હોય છે અને પોતાના સંતાન ખરાબ સંગતમાં આવીને વ્યસનના માર્ગે ચડી જાય છે.

ક્યાં સુધી ખબર પડતી નથી અને પછી ભટકી ગયેલા રસ્તેથી પાછા વાળવા ખૂબ મુશ્કેલ બની જાય છે. ઘણા વાલીઓને ખબર સુદ્ધા હોતી નથી કે પોતાનું સંતાન ક્યાં જાય છે, કોની સાથે ફરે છે, કેવા ધંધા કરે છે. યુવા પેઢીને ભટકાવવાનું અને આવા ભયાનક વ્યસનોના ભરડામાં લઈને નષ્ટ કરવાનું મોટું ષડયંત્ર ચાલતું હોવાનું પણ વક્તાઓએ જણાવ્યું હતું. શાળા સંચાલક શૈલેષ રામાણી, જગદીશ કસવાલા, રોનક ઘેલાણી વગેરેએ જુદા જુદા કિસ્સા ટાંકીને ચિંતા વ્યક્ત કરી હતી. હવે આગામી સમયમાં આ મુદ્દે એક્શન પ્લાન પણ બનાવવામાં આવશે એવું આયોજકોએ જણાવ્યું હતું.

અસામાજિક તત્વોથી નેતાઓ અને તંત્ર વાકેફ છતાં ઠોસ કાર્યવાહી કરાતી નથી
હોટલોની આડમાં ચાલતા ધંધાઓ સમાજ માટે લાલબત્તી રૂપ છે. સ્મોકિંગ ઝોન, મસાજ પાર્લર, કેટલાક પ્રકારની હોટલો વગેરેની આડમાં અનેક અનૈતિક ધંધા ચાલી રહ્યા છે, જેનાથી સમાજના મોટાભાગનો વર્ગ, રાજકીય આગેવાનો, તંત્ર વગેરે બધી જ બાબતોથી વાકેફ હોવા છતાં પણ કોઈ વિરોધ કે કાર્યવાહી કરાતી નથી એ ચિંતાજનક છે.

એક કિશોરીઓનો વીડિયો ફરતો થયો હતો
હમણાં જ થોડો સમય પહેલાં નાની ઉંમરની દીકરીઓ નશો કરતી હોય તેવા વીડિયો વાઇરલ થયો હતો. તેના પહેલાં યોગીચોક વિસ્તારના યુવાનોએ સોસાયટીના બેઝમેન્ટમાં જઈને લોખંડના ઢાંકણા ચોર્યાં હતાં તેનું કારણ પૂછવામાં આવતાં જવાબ આપ્યો હતો કે, ડ્રગ્સની કુટેવ પડી ગઈ છે, તેના માટે પૈસા મેળવવા માટે તેઓ ચોરી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...