ટેક્સટાઈલ સહિત દેશના વિવિધ ઉદ્યોગો ફરી પાટા પર આવે તે માટે ટેક્સ સ્લેબમાં ફેરફાર સહિત વિવિધ મુદ્દે રજૂઆત કરવા માટે ફોસ્ટાએ નાણામંત્રી નિર્મલા સીતારમને પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, ‘ઈનકમ ટેક્સ સ્લેબ યોગ્ય કરવામાં આવે 5 લાખથી ઓછી આવક વાળા લોકોને સંપૂર્ણ રીતે ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે.
ઇન્કમ ટેક્સમાં 80સીમાં રોકાણમાં છુટ વધારીને રોકાણને પ્રોત્સાહન આપવામાં આવે. તમામ એમએસએમઈ ટ્રેડર્સ માટે એક યોજના બનાવીને ટેક્સટાઈલના વેપારીઓને પ્રોત્સાહન આપવામાં આવે. રિસર્ચ અને ડેવલપમેન્ટનું બજેટ વધારીને ટેક્સટાઈલ ઉદ્યોગમાં એક્સપોર્ટને પ્રોત્સાહન આપવામાં આવે. રેલ ગતી પોસ્ટ શક્તિ લોજીસ્ટિક વ્યવસ્થાને પ્રોત્સાહન માટે સુરતથી આવનારી પેસેન્જર ટ્રેનમાં ગુડ્સ ડબ્બાને જોડીને સમગ્ર ભારતમાં પાર્સલ સુવિધા ઉભી કરવામાં આવે.
ટેક્સટાઈલ ઉદ્યોગ પર જીએસટી 12 ટકા કરવામાં આવે. કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે મેગા ટેક્સટાઈલ પાર્ક, ગાર્મેન્ટ હબ અને એક્સપોર્ટ સહિતની વિવિધ યોજનાને નક્કી કરેલી સમય પર પૂર્ણ કરવા માટે યોજના બનાવવામાં આવે. સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.