નાનપુરાની જુની મચ્છી માર્કેટની જગ્યાએ અદ્યતન ફીશ માર્કેટ બનાવવાના કામના ઇજારદારને 2 કરોડનો (ડેવીએશન)વધારો મંજૂર કરવા છતાં સ્થળ પર કામ ચાલુ ન કરનાર ઇજારદારને બ્લેકલિસ્ટ કરવા સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માંગવામાં આવી છે.
આ માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મંજુર થઇ હતી. હેરીટેઝ મિલકત હોવાથી ડીઝાઇન માટે આર્કિયોલોજી વિભાગના એનઓસીની જરૂર હોવાથી 2019માં ઇજારદાર એ.એલ. પટેલનું ટેન્ડર મંજુર થવા છતાં 2021 સુધી કામ શરૂ થઇ શકયું નહોતું. બાદમાં એનઓસી મળી ગઇ અને ડિઝાઇનમાં અમુક ફેરફાર કરાયા હતા. કામ વિલંબમાં મુકાતા પ્રોજેકટની કોસ્ટ વધી ગઇ હતી.
જેથી મુળ રકમ 5,35,30,212 સામે ઇજારદારને ઉપરના કામને ધ્યાને રાખી 2.15 કરોડ (5 ટકા) ડેવીએશન સાથેના ટેન્ડરની રીવાઇઝ રકમ 7.77 કરોડ મંજુર કરી હતી. છતા ઇજારદારે સ્થળ પર કામ ચાલુ નહી કરતા પાલિકાએ અવારનવાર નોટીસ ફટકારી હતી. જો કે કામ ન કરતા આખરે ઇજારદારને બ્લેકલીસ્ટ કરવા સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.