કચરામાં વધારો:ચાલુ વર્ષે 60 ટકા ઓછાં ફટાકડા ફૂટ્યા છતાં 400 ટન કચરો વધ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળથી લોકોએ ઘરની જૂની વસ્તુઓ કાઢી નાખતા કચરામાં વધારો, ગત વર્ષની સરખામણીએ ફટાકડાનો કચરો ઓછો નીકળ્યો

ગત વર્ષની સરખામણીએ દિવાળીના તહેવારમાં ચાલુ વર્ષે 60 ટકા ઓછા ફટાકડા ફૂટ્યા છતા પણ શહેરમાંથી 400 ટન કચરો વધુ નીકળ્યો હતો. ફટાકડાના કચરા કરતા લોકોએ પોતોા ઘરમાંથી જૂની વસ્તુઓ કાઢીને નવી વસાવતા ઘરવખરીનો કચરો વધુ નિકળ્યો હોવાનું જાણવા મળ્યું છે.

બે વર્ષથી ખરીદી કરી નહીં શકેલા લોકોએ આ વર્ષે મન મુકીને ખરીદી કરી છે, જાણકારોના કહેવા પ્રમાણે આ વર્ષે લોકોએ ફટાકડા ઓછાં ખરીદ્યા છે અને ઘરની સજાવટમાં વધુ ધ્યાન આપ્યું છે. તેવા કારણોસર ગતવર્ષની સરખામણીમાં આ વર્ષે 50થી 60 ટકા ઓછાં ફટાકડા ફૂટ્યા છે. જોકે, કચરામાં વધારો થયો છે. શહેરના વેસ્ટ ડિસ્પોઝલ વિભાગના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે દિવાળીના પાંચ દિવસના તહેવારનાં અંદાજી 2300 ટન કચરો શહેરમાંથી નીકળ્યો હતો, પરંતુ આ વર્ષે પાંચ દિવસમાં 2700 ટન કચરો નીકળ્યો છે. જે કચરો નીકળ્યો છે તેમાં ઘરવખરીને જૂનો સામાન વધુ જોવા મળ્યો છે જ્યારે ફટાકડાની થતો કચરો ઓછો છે.

શહેરનું વિસ્તરણ અને વરસાદનું વિઘ્ન પણ ઓછાં ફટાકડા વેચાવાનું કારણ, ફટાકડા મોંઘા થતાં ખરીદી કરવાનું ટાળ્યું
વેસ્ટ ડિસ્પોઝલ વિભાગના જણાવ્યા પ્રમાણે, કોરોનાકાળ પહેલા જ શહેરનું વિસ્તરણ થયું હતું અને 27 જેટલા ગામડાંને સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ વર્ષે દિવાળીના પહેલા પણ કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો. વધુમાં મોંઘવારીના કારણે પણ ફટાકડાની ભાવ વધી ગયો હોવાથી લોકોએ ફટાકડા ખરીદવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...