• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • This Year 7 Thousand Weddings, Even Waiting For Gaur Maharaj, Will Take 10 To 16 Thousand Instead Of 8 To 12 Thousand For The Ceremony.

ભાસ્કર વિશેષ:આ વર્ષે 7 હજાર લગ્ન, ગૌર મહારાજનું પણ વેઈટિંગ, વિધિના 8થી 12 હજારના બદલે 10થી 16 હજાર લેશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટરિંગમાં 20થી 30 ટકા જ્યારે ફૂલોના ભાવમાં 40થી 50 ટકા સુધીનો વધારો
  • દક્ષિણા 24 ટકા વધી

કોરોનાને કારણે 2 વર્ષથી લગ્નો મૌકૂફ રહેતા હતા. આ વર્ષે કોરોના હળવો થતાં અને ધંધા રોજગાર પાટા પર આવતા શહેરમાં 7 હજાર જેટલા અને દક્ષિણ ગુજરાતમાં 18 થી 20 હજાર જેટલા લગ્નો છે, ગત વર્ષ કરતા સુરત શહેરમાં ૩ હજાર વધુ લગ્નો છે. જેથી લગ્નવિધિ કરાવનાર ગૌર મહારાજની ડિમાન્ડ વધી ગઈ છે. મોંઘવારીને જોતા ગૌર મહારાજ દ્વારા પણ વિધિની દક્ષિણામાં 24 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

સામાન્ય લગ્નોમાં વિધિ માટે ગૌર મહારાજ રૂ.8 થી 12 હજાર ફી લેતા હોય છે, જે હવે વધારા બાદ 10 થી 16 હજાર રૂપિયા સુધી વધારો કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં શહેરમાં પંડિતોની કમી પડી રહી છે. શહેરમાં જે દિવસે એક સાથે વધારે લગ્નો હોય ત્યારે દક્ષિણ ગુજરાતના ગામડામાંથી પડિંતોને બોલાવવા પડે છે. લગ્નસરાને પગલે ફૂલોના ભાવમાં 40 થી 50 ટકા અને કેટરિંગમાં 20 થી 30 ટકા વધારો કરાયો છે.

પેટ્રોલ ડિઝલના ભાવના લીધે અસર
કોરોનામાં ફૂલનો વેપાર ઠપ્પ હતો.હવે મંદિરો ખૂલ્યા છે અને લગ્નનો માહોલ છે. જેથી માંગ વધી છે. પેટ્રોલ ડિઝલના ભાવને કારણે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વધતા ફૂલના ભાવ 40થી 50 ટકા વધ્યા છે. > ધર્મેશ માળી, ફૂલ વેપારી

દ.ગુ.ના ગામથી પંડિતો બોલાવાય છે
પંડિતો દ્વારા વિધિની દક્ષિણામાં વધારો કરાયો છે. શહેરમાં આ વર્ષે લગ્નો પણ વધારે છે. મોટાભાગના પંડિતો બુક થઈ ગયા છે.એક જ દિવસમાં વધુ લગ્નો હોય ત્યારે દક્ષિણ ગુજરાતના ગામોમાંથી પંડિતજીને બોલાવાય છે. > ધર્મેશ વ્યાસ, લગ્ન સહિતની વિધિ કરાવનાર

ફૂલજૂનો ભાવનવા ભાવ
દેશી ગુલાબ100થી 120300થી 400
ગલગોટા50થી 70120 થી 170
લીલી150થી 200280થી 300
સૂર્યમુખી70થી 80120થી 160

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...