તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ-કોંગ્રેસ-આપ:આ વખતે લડાઈ આંતરિક, કાર્યકર જ વિરોધી, જાતિવાદ સમીકરણ પણ નકામું

સુરત18 દિવસ પહેલા
 • કૉપી લિંક
આમ આદમી પાર્ટી દ્વારા ઉધના, લિંબાયત અને પાંડેસરામાં રાજ્યસભાના સાંસદ સંજયસિંહની આગેવાનીમાં રોડ શોનું આયોજન કરાયું હતું. સંજયસિંહએ સૌરાષ્ટ્રવાસીઓ જેવી પાઘડી પહેરીને લોકોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. - Divya Bhaskar
આમ આદમી પાર્ટી દ્વારા ઉધના, લિંબાયત અને પાંડેસરામાં રાજ્યસભાના સાંસદ સંજયસિંહની આગેવાનીમાં રોડ શોનું આયોજન કરાયું હતું. સંજયસિંહએ સૌરાષ્ટ્રવાસીઓ જેવી પાઘડી પહેરીને લોકોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.
 • 120 બેઠક માટે 540 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
 • આગોતરા આયોજન મુજબ પેજ પ્રમુખની સ્ટ્રેટેજી અપનાવી ચૂંટણી પ્રચાર હાથ ધરી દેનારા ભાજપાએ હવે માત્ર કોંગ્રેસના ગઢ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું
 • સાંસદ સંજયસિંહની આગેવાનીમાં આપનો રોડ શો, જ્યારે બીજી બાજુ ભાજપના પ્રચાર માટે ચોગ્ગા-છગ્ગા

મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફરીથી આ વખતે વરાછા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યુદ્ધનું એપી સેન્ટર બનીને બહાર આવશે. પરંતુ ગત ટર્મની ચૂંટણીમાં જે પાટીદાર ફેક્ટર કામ કરી ગયું હતું તે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે બહુ લાભદાયક નીવડે તેવું લાગતું નથી. કેમ કે આ વખતે કેટલાક પાટીદારો કોંગ્રેસનો છેડો ફાડીને આમ આદમી પાર્ટી તરફ વળ્યા હોવાનું ગ્રાઉન્ડ લેવલ પરથી જણાયું છે. આવા સંજોગોમાં સુરત મહાનગર પાલિકાની વોર્ડ વ્યવસ્થા ત્રિસ્તરીય સંજોગોવશ થઇ શકે છે. તેમાં પણ ભાજપ પાસે નવા શોધી કાઢેલા ઉમેદવારોને જીતાડવા માટેનો પડકાર છે. વરાછામાં ‘પાસ’એ ભેરવેલા શિંગડાથી ‘આપ’ને લાડવો અને કોંગ્રેસને તમાશો થઇ ગયો તેવો માહોલ સર્જાયો છે. જેથી આ વખતે કાર્યકરો વચ્ચે જ આંતરિક ચૂંટણી લડાઇ જોવા મળે તો નવાઇની વાત નથી.

નાનપુરાના ખારવા મહોલ્લામાં ડોર ટુ ડોર મુલાકાતે ગયેલા વોર્ડ નંબર 21ના ઉમેદવારે પ્રચારમાં કંઇ નવું જ અજમાવવાનો પ્રયાસ કર્યો. તેઓ ક્રિકેટ રમી રહેલા યુવાઓ પાસે પહોંચી ગયા અને બેટીંગ પણ કરી હતી.
નાનપુરાના ખારવા મહોલ્લામાં ડોર ટુ ડોર મુલાકાતે ગયેલા વોર્ડ નંબર 21ના ઉમેદવારે પ્રચારમાં કંઇ નવું જ અજમાવવાનો પ્રયાસ કર્યો. તેઓ ક્રિકેટ રમી રહેલા યુવાઓ પાસે પહોંચી ગયા અને બેટીંગ પણ કરી હતી.

વરાછા, પુણા, સરથાણા વિસ્તારોમાંથી ગત 2015ની ટર્મમાં 36 બેઠકો કોંગ્રેસ જીતી હતી. આ વખતે પણ કોંગ્રેસ પોતાની બેઠક જાળવી રાખવા માટે ઉમેદવારોને રિપીટ કર્યા છે. જ્યારે ભાજપામાં તો નો-રિપિટેશનના માહોલને પગલે અસંતોષનો માહોલ છે. પક્ષના નામે પથ્થરો પણ અગાઉ તરી ગયાં હોય આ વખતે પણ નવા ચહેરાઓને પાટિલે ટિકીટ ફાળવી દીધી છે. તેથી અંદરખાને વિરોધ પણ જણાઇ રહ્યો છે પરંતુ નો-રિપિટેશન ફોર્મુલા અપનાવવા પહેલાં જ પેજ પ્રમુખની સ્ટ્રેટેજી અપનાવી એક રીતે સીધા જ વોટરોને મળી ચૂંટણી પ્રચાર જ ચલાવ્યો છે. તેથી ભાજપાએ માત્ર કોંગ્રેસના મોટા માથા સિટિંગ કોર્પોરેટરોના વોર્ડોમાં જ વધુ ધ્યાન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી શક્યતા જોઇ શકાય છે અને તેવું આગોતરું આયોજન કરાયું હોય 120 બેઠકો જીતવાનો પાટિલ દાવો પણ કરતાં આવ્યાં છે જે આગામી 23મી ફેબ્રુઆરીએ મત ગણતરીના દિવસે સ્પષ્ટ થઈ જશે.

ઉલ્લેખનિય છે કે તમામ પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરી ફોર્મ ભરવાની પ્રક્રિયા આટોપી લેવાઈ છે. વિવિધ વોર્ડ-બેઠકો માટેની ટિકિટ મળતાં હવે રવિવારથી જ વિવિધ પાર્ટીઓના ચૂંટણી કાર્યાલયોના ઉદ્ધાટન-બેનરો-બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. આપ પાર્ટીએ તો રવિવારે જ રોડ શોનું આયોજન કરી દીધું હતું. જો કે ભાજપે ડોર ટુ ડોર મુલાકાત લેવાનું આરંભી દીધુ હતું. કોંગ્રેસના કાર્યાલયોમાં પણ બેઠકોનો દોર શરૂ થયો હતો.

9મીએ ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ
તારીખ 9મી એ ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ હોય તે દિવસે અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. અપક્ષના અને નાના પક્ષના ઉમેદવાર તો પોતાના વધુ સમર્થકો હોવાનું દર્શાવીને માત્ર મુખ્ય પક્ષના ઉમેદવારના વોટ તોડવા માટે ઉભા રહેતાં હોય છે ને ઉભા રખાતા હોય છે તેવાને સાથે તડજોડની રાજનીતી પણ ગરમાઇ રહી છે.પોતાના વોર્ડમાં અપક્ષ ઉમેદવારો, અન્ય નાના પક્ષોના ઉમેદવારોને બેસાડી દેવા માટે ની તડજોડ પણ શરૂ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો