તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:સુરતની આ સ્કૂલે 242 ડૉક્ટર, 40-45 ચાર્ટર્ડ એકાઉન્ટ, 100-150 વકીલ-જ્જ અને ઇન્ટરનેશનલ એથ્લિટ્સ આપ્યા, 7 શિક્ષકોએ શ્રેષ્ઠ શિક્ષકનુ સન્માન મેળવ્યું

અમદાવાદ6 મહિનો પહેલાલેખક: આશિષ મોદી
 • સુરતની આઈ.એન.ટેકરાવાળા સ્કૂલના વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં ડંકા વગાડે છે, ટ્રાઈથ્લોન અને ટેબલ ટેનિસમાં દેશનું નામ રોશન કર્યુ
 • સ્કૂલના સાત શિક્ષકોને રાજ્ય સરકાર બેસ્ટ શિક્ષકનો એવોર્ડ આપી ચૂકી છે

ગુજરાતની આદર્શ શાળાઓની શ્રેણીમાં આજે અમે સુરતની એક એવી સ્કૂલ અંગે જણાવી રહ્યાં છીએ, જેણે સુરત શહેરનું નામ માત્ર રાજ્યમાં નહીં પરંતુ દેશ અને વિદેશમાં ખ્યાતનામ કર્યું છે. સુરતના પાલનપુર પાટિયા પાસે આવેલી I.N.ટેકરાવાળા સ્કૂલે 242 ડૉક્ટર, 40-45 ચાર્ટર્ડ એકાઉન્ટ, 100-150 વકીલ-જ્જ, અનેક પ્રોફેસર, પોલીસ અધિકારીઓ અને ઘણા નેશનલ-ઇન્ટરનેશનલ ખેલાડીઓ આપ્યા છે. આ જ સ્કૂલના ડો. કિશોર પટેલ અને ગીતાબેન વાઘેલાને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક રાષ્ટ્રપતિ એવોર્ડથી જ્યારે સ્કૂલના 7 શિક્ષકોને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. સ્કૂલના બે વિદ્યાર્થીઓએ ટ્રાઇટલોન અને ટેબલ ટેનિસ જેવી રમતમાં વિશ્વમાં ડંકો વગાડ્યો છે.

હરમીત દેસાઈએ 21 વર્ષની કારકિર્દીમાં 350થી વધુ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા
હરમીત દેસાઈએ 21 વર્ષની કારકિર્દીમાં 350થી વધુ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા

હરમીત દેસાઈએ ટેબલ ટેનિસમાં 350થી વધુ મેડલ મેળવ્યા
આ સ્કૂલના એક સમયના વિદ્યાર્થી ટેબલ ટેનિસની 21 વર્ષની કારકિર્દીમાં 350થી વધુ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. હરમીત દેસાઈએ જણાવ્યું છેકે મને ગર્વ છેકે હું I.N.ટેકરાવાળા સ્કૂલનો વિદ્યાર્થી છું, ધો.10-11 અને 12 કોમર્સ(અંગ્રેજી માધ્યમ)માં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઇ ગ્રેજ્યુએશન કમ્પલીટ કર્યું હતું. 6 વર્ષની ઉંમરથી ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. હંમેશા મોટિવેટ કરતા શિક્ષકોના પ્રોત્સાહનથી અભ્યાસની સાથે આટલી સિદ્ધિ સર કરી ચૂક્યો છું. હરમીત દેસાઈએ 2015માં સુરતમાં પહેલીવાર આયોજિત કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં મેન્સ ટીમમાં ગોલ્ડ, મેન્સ ડબલમાં ગોલ્ડ, મિક્સ ડબલાં સિલ્વર મેડલ હાંસલ કરી એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. 2018 કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ ટીમમાં ગોલ્ડ, મેન્સ ડબલમાં બ્રોન્ઝ મેડલ, 2018માં એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ, 2019 ઇન્ડોનેશિયા ઓપન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા. 2019માં રાષ્ટીયપતિ ના હાથે અર્જુન એવોર્ડથી સન્માનિત થયો હતો. હરમીટે જણાવ્યું હતું કે શિક્ષક એક એવા ગુરુ છે જે કારકિર્દીનો રસ્તો બનાવતા હોય છે જેના પર ચાલનાર વિદ્યાર્થી ક્યારેય અસફળ થતો નથી. આજે વિશ્વ શિક્ષક ડે નિમિતે હું તમામ શિક્ષકોને હાર્દિક શુભકામના પાઠવું છું.

પૂજાએ ટ્રાયથ્લોનમાં ડંકો વગાડ્યો
I.N.ટેકરાવાળા સ્કૂલના વિદ્યાર્થી પૂજા ચૌરૂષીએ ટ્રાયથલોન સ્પોર્ટ્સની 26 વર્ષની કારકિર્દીમા 230થી વધુ મેડલ મેળવ્યા છે, જેમાં 6 ઇન્ટરનેશન ગોલ્ડ મેડલ, 3 ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ, 3 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા છે. રાજ્ય સરકારે પણ તેમને એકલવ્ય જૂનિયર-સિનિયર એવોર્ડતી સન્માનિત કર્યા છે. 2010માં એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ભારતમાંથી ટ્રાયથલોન સ્પર્ધામાં ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ભાગ લઈ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવનાર પહેલી મહિલા ખેલાડીનો ખિતાબ મેળવ્યો હતો. પૂજા ચૌરૂષી (ઇન્ટર નેશનલ ઓલોમ્પિક કમિટી ના કોચ) એ જણાવ્યું હતું કે, 2016માં નિવૃત થયા બાદ છેલ્લા 4 વર્ષથી નેશનલ- ઇન્ટરનેશનલ ખેલાડીઓ ને તૈયાર કરવાની જવાબદારી નિભાવુ છું. આજદિન સુધીમાં 30 થી વધુ ખેલાડીઓ તૈયાર કર્યા છે જેમાં એક ઇન્ટરનેશન કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ પણ લઈ આવ્યો છે. મારી તમામ સ્પર્ધાઓમાં જે મેડલ હાંસલ કર્યા છે એનો શ્રેય મારી શાળા-કોલેજ શિક્ષકો-પ્રોફેસરો અને કોચિંગ ના સર ને સમર્પિત કરું છું. હું ગર્વ થી કહું છું કે મેં જુનિયર કેજી થી લઈ ધોરણ-12 સાયન્સ સુધીનો અભ્યાસ આઈ એન ટેકરાવાળા શાળામાં કર્યો હતો. એ દિવસો આજે પણ યાદ છે કે કોમ્પિટિશીન ની તૈયારી વચ્ચે મને અભ્યાસ ને લઈ શિક્ષકોનો ખૂબ જ સહકાર મળી રહેતો હતો. આજે હું અભ્યાસ કે સ્પોર્ટ ની દ્રષ્ટિએ જે કઈ પણ છું એ મારા શાળાના શિક્ષકો જ નહીં પણ ટ્રસ્ટીઓ નો પણ સિંહ ફાળો રહ્યો છે. આજે વિશ્વ શિક્ષક ડે નિમિતે હું તમામ ને હૃદય થી હાર્દિક શુભકામના આપું છું. અને હમેશા એમના આશીર્વાદ મારા પર બન્યા રહે તેવો અનુરોધ કરું છું.

I.N.ટેકરાવાળા સ્કૂલના 7 શિક્ષકોને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે
I.N.ટેકરાવાળા સ્કૂલના 7 શિક્ષકોને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે

હું IITમાંથી અભ્યાસ કરી શક્યો એની પાછળનું કારણ શાળાનું મોટિવેશન
સિદ્ધાર્થ ભંડેરી (રિસર્ચ વિદ્યાર્થી જર્મની) એ જણાવ્યું હતું કે ધોરણ 11-12 એ એન ટેકરાવાળા સ્કૂલમાં પાસ કર્યા બાદ મેં ભારતની બેસ્ટ યુનિવર્સીટીમાં પ્રવેશ લઈ NIT અને IITમાંથી અભ્યાસ કરી શક્યો એની પાછળનું કારણ એજ છે કે શાળામાંથી ખૂબ જ મોટિવેશન મળી રહેતું હતું. ગેસ્ટ લેક્ચરરને બોલાવવામાં આવતા હતા. એમની મોટિવેશન સ્પીચથી ખબર પડી કે NIT-IIT શુ છે. જેને લઈ આજે જર્મનીની બેસ્ટ RWK આખેન યુનિવર્સીટીમાં એસોસિએટ રિચર્ચ વિદ્યાર્થુ છું. મેં ઘણા પેપર પબ્લિશ કર્યા છે. વધુમાં કહું તો સુરતની એક સારી સ્કૂલોની ગણતરીમાં I.N.ટેકરાવાળા કહી શકાય છે. શિક્ષકોની અભ્યાસની પદ્ધતિ ખૂબ જ સારી છે. કલાસની સંખ્યા પણ લિમિટેડ રાખતા હોય છે. એને લઈ તમામ વિદ્યાર્થીઓ પર શિક્ષક ધ્યાન આપી શકે છે. સારું માર્ગ દર્શન મળી રહેતું, શાળાના આવા સરસ પ્રયાસોથી જ હું આટલા સારા એટલે ધોરણ-12 સાયન્સમાં 94 ટકા લાવી શક્યો હતો. એક સારા મુકામને સર કરવાના કેટલાક કડમો દૂર છું. હું તમામ શિક્ષકોનો આભારી છું અને આજે વિશ્વ શિક્ષક ડે નિમિતે મારી તમામ શિક્ષકોને હૃદયથી શુભકામના છે.

અભ્યાસની સાથે ઈતરપ્રવૃતિમાં ધ્યાન અપાય છે
હર્ષલ સારગ ઉ.વ. 20 (રહે ગોપાલેશ્વર સોસાયટી તાડવાડી રાંદેર સુરત) એ જણાવ્યું હતું કે, હું બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. નર્સરીથી 12 કોમર્સ સુધી ટેકરાવાળા ટ્રસ્ટ સંચાલિત ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી હતો. ધોરણ-5થી જ સ્વીમીંગમાં રુચિ હતી. પહેલી કોમ્પિટિશન વર્ષ 2008માં ડિસ્ટ્રીક લેવલની કોમ્પિટિશનમાં ભાગ લઈ મેડલ હાંસલ કર્યો હતો. ત્યારથી લઈ આજદિન સુધીમાં એટલે કે છેલ્લા 12 વર્ષથી 150થી વધુ ડિસ્ટ્રીક, સ્ટેટ, નેશનલ લેવલની કોમ્પિટિશનમાં ભાગ લઈ 180 થી વધુ ગોલ્ડ મેડલ, 120 થી વધુ સિલ્વર અને 80થી વધુ બ્રોન્ઝ મેડલ હાંસલ કરી સ્કૂલ અને કોલેજ ને સમર્પિત કર્યા છે. તાજેતરમાં જ 2020 જાન્યુઆરીમાં ખેલો યુનિવર્સીટી ભુવનેશ્વરમાં આયોજિત કરાઈ હતી જેમાં દેશના તમામ રાજ્યોના 1300 થી વધુ સ્વિમરો એ ભાગ લીધો હતો એમ 100 મીટર, 200 મીટર અને 4×100 મીટર માં 3 સિલ્વર મેડલ હાંસલ કર્યા હતા.

જજ બનીને ન્યાય તોળીએ છીએ પણ ગુરૂને નથી ભુલ્યો
દિપા સંજયભાઈ ઠાકર (પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ, કલોલ, ગાંધીનગર) એ જણાવ્યું હતું કે, વર્ષ 1997-98 દરમિયાન સુરત ની I.N.ટેકરાવાળા સ્કૂલમાંથી ધોરણ-11 અને 12 પાસ કર્યા બાદ બી.કોમ, એમ.કોમ, એલ.એલ.બી અને એ.એલ.એમ. પાસ કર્યા બાદ 2007માં સનદ મળી ગઈ હતી અને હાઇકોર્ટમાં અઢી વર્ષ સુધી વકીલાત કરી હતી. ત્યારબાદ 2010માં જજ તરીકે પસંદગી થયો હતો. વર્ષ 2016 માં સિનિયર ડિવિઝનનું પ્રમોશન મળ્યું હતું. હાલ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એન્ડ એડી. ચીફ. જયુ. મેજિસ્ટ્રેટ તરીકેની જવાબદારી નિભાવું છું. મારા માટે ગર્વની વાત છે કે મારા ઉચ્ચ માધ્યમિક અભ્યાસ દરમિયાન શાળાના તમામ શિક્ષકો માર્ગદર્શન આપતા રહેતા અને સતત મારા અભ્યાસ પર મોનીટરીંગ રાખતા હતા. આજે જે કઈ પણ છું એ એમની મહેનત અને લગન થી છું હમેશા સારા કાર્યોમાં એમને યાદ કરતી રહું છું સમય મળે એટલે ક્યારેક યાદ પણ કરી લઉં છું મારે મારી શાળાના વિદ્યાર્થીઓને એક જ સંદેશો આપવો છે કે ગુરુઓએ જે માર્ગદર્શન-સિદ્ધાંતો આપ્યા હોય એનું પાલન કરી ખૂબ જ પ્રમાણિકતાથી ધ્યેય પ્રાપ્તિમાં લાગી જવું જોઈએ. સફળતા કોઈ શોર્ટકટ નથી અને સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, એ ભૂલવું ન જોઈએ.

શાળાની વિશેષતા
3 વિજ્ઞાન પ્રવાહ લેબ
4 કોમ્પ્યુટર લેબ
1 લેંગ્વેજ લેબ
1 નોલેજ ગેટવે સેન્ટર લેબ
ભવ્ય લાયબ્રેરી
સેકન્ડરી અને હાયર સેકન્ડરી ના 18 કલાસ તમામ એસી અને લાખો રૂપિયાની ફ્લેટ પેનલ બોર્ડ થી સજ્જડ
સેકન્ડરી અને હાયર સેકન્ડરી મળી ને 35-40 શિક્ષકોનો સ્ટાફ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો