નિર્ણય:પાલિકાના આ. કમિશનર માટે 10 વર્ષનો અનુભવ ફરજિયાત

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ અનુસ્નાતક ઉમેદવારો અરજી કરી શકશે
  • સ્પર્ધા વધતાં​​​​​​​ વધુ યોગ્ય ઉમેદવાર મળી રહેશે

પાલિકામાં અગાઉ ડેપ્યુટી કમિશનર પદ માટે કાયદાની ડિગ્રી ફરજિયાત હતી જેમાં સુધારો કરીને એલ.એલ.બી. અથવા કોઇ પણ વિદ્યાશાખાના અનુસ્નાતક ઉમેદવારની અરજી માન્ય રાખવાનો ઠરાવ કરાયો હતો. હવે પાલિકાએ આસિસ્ટન્ટ કમિશનરપદની ભરતી માટે લાયકાતના ધોરણોમાં સુધારો કરવા સ્થાયી સમક્ષ મંજુરી માંગી હતી. શાસકોએ આ દરખાસ્તને મંજુર કરી 5 વર્ષના અનુભવને વધારી 10 વર્ષ કર્યો છે.

પાલિકામાં આસીસ્ટન્ટ કમિશનરની સાથે સાથે ડેપ્યુટી કમિશનર પદ માટે અનુભવના ધોરણો સરખા હતાં. જેમાં મનપાના કર્મચારી હોય તો બે વર્ષની છુટછાટ અપાતી હતી. જેના લીધે જુનીયર એન્જીનીયર પણ આસીસ્ટન્ટ કમિશનરની રેસમાં આવી જતા હતા. હવે તેના બદલે આસીસ્ટન્ટ કમિશનર અને ડેપ્યુટી કમિશનર પદની પસંદગી કરવા 8000ના ગ્રેડમાં 10 વર્ષનો અનુભવ ફરજીયાત કરાયો છે.

જ્યારે આસીસ્ટન્ટ કમિશનરની જગ્યા એલએલબીની ડિગ્રી ફરજિયાત માંગતી હતી તેના બદલે એલએલબી અથવા કોઇ પણ વિધાશાખાના અનુસ્નાતક ઉમેદવાર અરજી કરી શકે તેવી જોગવાઇનો સુધારો કરવામાં આવ્યો છે. હવે વધુ ઉમેદવારો સ્પર્ધામાં આવી શકશે તેથી વધુ યોગ્ય ઉમેદવાર મનપાને મળી શકશે. આ સાથે જ સુધારો થવાથી ટેકનિકલ ડિગ્રી ધરાવતા ઉમેદવાર પણ આસિસ્ટન્ટ કમિશનર બની શકે તેવો માર્ગ મોકળો થશે.

અન્ય સમાચારો પણ છે...