તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન ભૂલ્યાં, ન ભૂલીશું ન હાર્યા, ન હારીશું:આ છે કોરોના કવચ, જીવને હથેળી પર રાખી લડ્યા અને હજી પણ લડી રહ્યા છે, કેમ કે ‘સુરત સલામત રહે’

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ અહેવાલ સમર્પિત છે એવા હીરોને જે આપણી વચ્ચે નથી તેમજ એવા યોદ્ધાઓને જેમનો સેવાયજ્ઞ હજી શરૂ છે

2020નું વર્ષ સમગ્ર દુનિયા માટે સંઘર્ષમય રહ્યું, આ મહામારીમાં ખુબ જ મુશ્કેલી પડી, અસંખ્ય લોકો કોરોનાથી સંક્રમિત થયા, અનેક લોકોએ કોરોનાને કારણે પોતાના પરિવારજનો, દોસ્તો, સંબંધીઓ ગુમાવ્યા. 2020માં રોજ એક નવો દિવસ આપણી સામે નવી મુશ્કેલીઓ ‌લઈને આવતો, તેમ છતાં સુરતીઓએ કોઈ પણ જાતના ડર વગર, કોઈ પણ જાતની ચિંતા વગર, મુશ્કેલીઓને પડકાર આપ્યો. 2020એ આપણને મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તેની તાલીમ આપી.

આ મહામારીમાં તબીબો, નર્સ, પોલીસ, એમ્બ્યુલન્સ ડ્રાઈવર, સફાઈ કર્મચારી અને સેવાકીય સંસ્થાઓ સહિતના લોકોએ આપણા માટે પોતાના જીવની ચિંતા કર્યા વગર ફ્રંટલાઈન વોરિયર્સ તરીકે કાર્ય કર્યુ. આ સેવા યજ્ઞમાં જોડાયેલા સુપરહીરોએ પોતાની જાતનું બલિદાન પણ આપ્યુ, જ્યારે સંક્રમિત થયેલા અનેક કોરોના વોરિયર્સ સાજા થઈને ફરી વખત શહેરીજનોના હિતમાં આજે પણ ખડે પગે સેવા આપી રહ્યા છે. દિવ્યભાસ્કર આજનો આ અંક બલિદાન અને યોગદાન આપનારા સુરતના આ સુપર હીરોને સમર્પિત કરે છે.

સારવાર માટે આઈડિયા આપતા
ડૉ.અશોક કાપ્સે : ડૉ. અશોક કાપ્સે પાસે સારવાર લેવા આવનાર બાળકો ક્યારેય પણ રડતા નહીં. તેમના જીવનનો ઉદ્દેશ જ દર્દીઓની સારવાર કરવાનો હતો. તેમની ઉંમર વધારે હતી તેમ છતાં કોરોના કાળમાં ડર્યા વગર ફિલ્ડ પર રહ્યાં અને દર્દીઓની સારવાર કેવી રીતે કરવી તે વિશે સતત નવા આઈડિયા આપતા રહ્યા. પ્લાઝમાથી દર્દીઓની સારવાર આપી શકાય તેવું સૌથી પહેલાં તેમણે કહ્યું હતું.

સૌથી પહેલા કહ્યું, ડરીશું નહીં
ડૉ. હિતેશ લાઠિયા : કોરોના આવ્યો ત્યારથી સહેજ પણ ડર્યા વગર વિનસ હોસ્પિટલના મેનેજમેન્ટને કહ્યું હતું કે, હું કોરોના દર્દીઓની સારવાર કરીશ. આ મહામારીમાં તેમણે દર્દીઓની ખૂબ જ ઉત્સાહથી સારવાર કરી. તે દરમિયાન જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. થોડાં દિવસની સારવાર બાદ અવસાન થયું . તબીબોની ટીમ દ્વારા તેમને શહીદની જેમ શ્રદ્ધાંજલી આપવામાં આવી.

શહેર માટે જીવનું બલિદાન આપ્યું
સંજય સોનવણે, સબ ફાયર ઓફિસર: ફાયર વિભાગની ટીમે કોરોનામાં શ્રેષ્ઠ કામગીરી કરી હતી. કોરોનાનો કેસ જે ઘરે આવ્યો તે ઘર અને વિસ્તારને સેનિટાઈઝ કરીને કોરોના સંક્રમણ અટકાવતા હતાં. સંજન સોનવણેએ પણ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી. જ્યાં કોરોનાના કેસ આવતા ત્યાં ટીમ સાથે તરત પહોંચી જઇ સેનિટાઈઝ કરતાં. સેવા કરતા કરતાં તેમણે શહેર માટે પોતાના જીવનું બલિદાન આપ્યું.

યુવાનોની જેમ જુસ્સાથી સેવા કરી
ડૉ.મોહન ગામિત , સ્મિરમેરના ડોક્ટર : સેવા નિવૃત હોવા છતાં પણે 75 વર્ષની ઉંમરે લોક સેવા કરવા યુવાનોના જુસ્સાથી ડૉ.મોહન ગામિત કોરોના દર્દીઓની સારવારમાં જોડાયા. 9 મહિના સેવા કરી. દર્દીઓની સારવાર કરતા જાય અને તેમને કાળજી રાખવા માટે વડીલની જેમ સલાહ પણ આપતા. અંતે તેઓ પોતે પણ કોરોનાનો ભ તેમને કોરોના થતાં સુરતે એક રિયલ સુપર હીરોને ગુમાવ્યા.

દર્દીનું મૃત્યુ ન થાય તેમ ઈચ્છતા
રશ્મિ પટેલ, હેડ નર્સ : સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ‘માતા’ તરીકે ઓળખાતા હેડ નર્સ રશ્મિ પટેલને આજે પણ દર્દી અને તબીબો યાદ કરે છે. કોઈ પણ દર્દી આવે પરંતુ રશ્મિ પટેલ પરિવારના સભ્યોની જેમ તેમની સેવા કરતા. કોઈ પણ હિસાબે દર્દીનું મૃત્યુ ન થવું જોઈએ તેવું તેઓ ઈચ્છતા હતાં. તેઓ ને પણ કોરોના થતાં થોડાં જ દિવસમાં કોરોનાને ભેટ્યા અને આપણે એક શ્રેષ્ઠ નર્સ ગુમાવ્યા.

દર્દીઓની સેવા કરવો મારો ધર્મ
ડૉ.દિલીપ મોદી : ડૉ.દિલીપ મોદી દર્દીઓની સેવા કરતાં હતાં અને જ્યારે સમય મળે ત્યારે કવિતાઓ લખતા. તેમની કવિતાઓ આજે પણ તેમના ચાહકો યાદ કરે છે. ડૉ.દિલીપ મોદી કહેતા કે, દર્દીઓની સેવા કરવી એ જ મારો ધર્મ છે, ભલે ઉંમર થઈ ગઈ પરંતુ મારો જન્મ તો દર્દીઓની સેવા માટે જ થયો છે. મારી પાસે લાયકાત અને અનુભવ છે જેથી કોરોનાના દર્દીઓની સારવાર કરીશ.

દર્દીઓ ભગવાન છે તેવું કહેતા
સુનિલ નિમાવત, બ્રધર, સિવિલ : સૌથી પહેલા કોરોના દર્દીઓની સરવાર સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી હતી. ત્યારે કોરોનાને કારણે ખૂબ જ ડરનો માહોલ હોવા છતાં બ્રધર સુનિલ નિમાવતે ડર્યા વિના સેવા માટે પોતાના જીવનું બલિદાન પણ આપ્યું. દર્દીઓ ભગવાન છે ,તેમની સારવાર તો આપણે સારી રીતે જ કરવી જોઈએ તેવું વારંવાર કહેતા હતાં અને પોતાની ફરજ દિલથી નિભાવતા હતાં.

ઘરે ઘરે જઈને સર્વે કરતા હતા
ગિરીશ ભાદરકા, SSI : એસએસઆઈનું કામ સૌથી અઘરું કામ હતું. કારણ કે કોરોના કાળ હોવા છતાં સમગ્ર શહેરમાં ફરવાનું હતું. જેમાં બપોરના સમયે તાપ હોય તો પણ પીપીઈ કિટ પહેરીને ફરવાનું રહેતું . ગિરીશ ભાદરકાએ દિલથી તેમની ફરજ નિભાવી અને શહેરજનોના હિતમાં કામ કર્યુ. કામગીરી દરમિયાન ગિરીશ ભાદરકા સંક્રમિત થતા ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું.

ઘરે ઘરે જઈને સર્વે કરતા હતા
ગિરીશ ભાદરકા, SSI : એસએસઆઈનું કામ સૌથી અઘરું કામ હતું. કારણ કે કોરોના કાળ હોવા છતાં સમગ્ર શહેરમાં ફરવાનું હતું. જેમાં બપોરના સમયે તાપ હોય તો પણ પીપીઈ કિટ પહેરીને ફરવાનું રહેતું . ગિરીશ ભાદરકાએ દિલથી તેમની ફરજ નિભાવી અને શહેરજનોના હિતમાં કામ કર્યુ. કામગીરી દરમિયાન ગિરીશ ભાદરકા સંક્રમિત થતા ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું.

શહેરને સાફ રાખવાનું બીડું ઝડપ્યું
રાજેશ સોનવણે, સફાઈ કામદાર: કોરોના કાળમાં સમગ્ર શહેરને સાફ રાખવાનું બીડુ પાલિકાના સફાઈ કામદારોએ ઉપાડ્યું હતું. લોકો ઘરમાં હતા ત્યારે સફાઈ કર્મચારીઓ રોડ અને રસ્તા સાફ કરીને પોતાની ફરજ બજાવી રહ્યા હતાં. આ સમય ગાળા દરમિયાન અનેક સફાઈ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં. રાજેશ સોનવણેને કોરોના થતાં તે સારવાર બાદ મોતને ભેટ્યા .

રોજેરોજ નવી વ્યવસ્થા ગોઠવતા
ડો.આશિષ નાયક, ડે.કમિશન : શરૂમાં લોકોના ટેસ્ટ કરવાના, તેમને કોરોનન્ટાઈન કરવાના. ઘરે ઘરે જઈને સર્વે કરવવા માટે ટીમ તૈયાર કરવાની. અમારો હેતુ હતો કે, મૃત્યુ ઓછા થાય લોકોને સારામાં સારી સારવાર મળે. સાથે સાથે કોરોનાનો નવો ટ્રેન્ડ આવી રહ્યો હતો એટલા માટે અમે નવી નવી તેને માત આપવા માટે રોજેરોજ નવી વ્યવસ્થા ગોઠવતા. હવે વેક્સિનેશન કામગીરી શરૂ કરી છે.

ડર્યા વિના કામ કરીએ છીએ
108 ટીમ : ફૈયાઝ પઠાણ તેમજ રોશન દેસાઈ અને તેમની 108ની ટીમ કોરોના કાળની શરૂઆતથી દર્દીઓને ઘરેથી હોસ્પિટલમાં એડમિટ કરવાની જવાબદારી ઉપાડી લીધી હતી. આ કામગીરી દરમિયાન ઈએમટી અજીત ડોડિયા પણ પોઝિટીવ થયા અને કોરોનાને માત આપ્યા બાદ ફરીથી ડ્યુટી પર જોઈન થયા હતાં. હજી સુધી 108ની ટીમ હજી ડર્યા વગર કામગરી કરી રહી છે.

અમે લેબમાં જ સુતા હતાં
ડૉ. નીતા ખંડેલવાલ, સિવિલ લેબ : પહેલો કેસ આવ્યો, બાદમાં બીજા કે ત્રીજા કેસમાં જ અમે સુરતમાં જ ટેસ્ટિંગનું સેટઅપ સેટ કરી દીધું હતુ. પછી પીક આવ્યો અને અમે રોજ 1500 ટેસ્ટિંગ પણ કરતા હતા, અત્યાર સુધી એક લાખ ટેસ્ટ કર્યા છે. શરૂઆતમાં તો લેબમાં જ સુઈ રહેતા. જેમ જેમ દિવસ પસાર થતો જતો હતો તેમ તેમ ટેસ્ટ માટેની કિટો વધારે આવતી જતી હતી. સમગ્ર ટીમ જીવ લગાવીને કામ કરતી હતી.

રાતો રાત નવી સગડી બનાવી
કમલેશ સેલર, કુરુક્ષેત્ર સ્મશાનગૃહ : વર્ષોથી સ્મશાનમાં સેવા આપી રહ્યો છું. પરંતુ જ્યારે કોરોના પીક પર હતો તે દ્રશ્યો બિહામણા હતા. અસંખ્ય બોડીઓ આવી રહી હતી. એક સમયે તો અમારી પાસે માણસો પણ ઓછા પડી રહ્યા હતા. આ દિવસો ક્યારેય નહીં ભુલાય. નવો દિવસ જાણે નવી મુશ્કેલીઓ લઈને આવતો. સ્મશાનમાં ઈલેક્ટ્રિક સગડીઓ ખુટી તો અમે રાતોરાત નવી સગડીઓ તૈયાર કરાવી હતી.

આટલી લાશો ક્યારેય જોઈ નથી
સુફિયાન શેખ, એમ્બ્યુલન્સ ડ્રાઇવર : એપ્રિલ, મે, જૂન, જુલાઈ સુધી મેં સતત એકતા ટ્રસ્ટમાં સેવા આપી. આ સમયગાળા દરમિયાન પરિવારથી અલગ રહેવાની ફરજ પડી. દસ દિવસમાં માત્ર 2 દિવસ આરામ કરવાનું મળતુ. મારા જીવનનો આ સૌથી કપરોકાળ હતો. એક સાથે મેં ક્યારેય આટલી બધી લાશો જોઈ નથી. છતાંયે આ સ્થિતિમાં અમને મૃતદેહના અંતિમ સંસ્કાર માટે તૈયાર રહેવું પડતું.

નર્સે કીટ વગર ડિલિવરી કરાવી
મીલી ચૌહાણ : ભટારના ઇન્દિરાનગરના રત્નાબેન સોલંકીને સાંજે પ્રસવ પીડા થતા અલથાણ હેલ્થ સેન્ટર ખાતે લઇ જવાયા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિવિલ રિફર કરવા 108ને જાણ કરાઇ. 108ની ટીમ જેવી ટ્રોમા સેન્ટર પર પહોંચી ત્યારે મીલી ચૌહાણે દર્દીની ગંભીરતા જોઇ પીપીઇ કીટ પહેર્યા વિના જ એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી હતી. તેમની સમયસૂચકતાને કારણે બે જીંદગીઓ બચી હતી.

ભૂખ્યાને ભોજન આપવું એ ધર્મ છે
ભરત શાહ : ભૂખ્યાને ભોજન આપવું એ આપણો ધર્મ છે, અમે ભૂખ્યા લોકોની સાથે સાથે કોરોના દર્દીઓને ભોજન આપવા માટે બીડંુ ઝડપી લીધું હતું. ભરત શાહે જણાવ્યું કે અમે દર્દીઓ માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા કરી હતી.અત્યાર સુધીમાં લાખો લોકોને ભોજન આપ્યુ છે. ભોજન તૈયાર કરવામાં સુરતની મહિલાઓની પણ સરખી ભાગીદારી છે. લોકોની સાથે મળીને કામ કર્યું.

ક્યારે તો આરામ પણ ન મળતો
એસ.કે નાગેશ, ભટ્ટી ટેક્નિશિયન : આવા દિવસો ભગવાન કોઈને ન બતાવે. મારા જીવનમાં આવા દિવસોની કોઇ દિવસ કલ્પના પણ કરી ન હતી. એપ્રિલ અને મે મહિનામાં જાણે લાશોની કતાર લાગી હતી. સ્મશાનની ટીમ સતત કામ કરી રહી હતી. એપ્રિલ અને મે મહિનામાં અમને આરામ કરવાનો પણ સમય મળતો ન હતો. ન તો જમવાનો અને સુવાનો સમય મળતો ન હતો.

ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યંુ
ફૈઝલ ચુનારા, પ્લઝમા ડોનર : મેં અત્યાર સુધીમાં ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યુ છે. પ્લાઝમા કોરોના દર્દીઓ માટે દવા તરીકે ઉપયોગ થતો હોવાથી મેં લોકોની સેવા કરવાના હેતુથી પ્લાઝમા ડોનેટ કરવાનું વિચાર્યુ હતુ. કારણ કે, મને ખબર છે કોરોના કેટલો પીડાદાયક હોય છે. મારી જેમ અન્ય દર્દીઓને પીડા ન થાય અને તેઓ જલ્દી સાજા થઈને ઘરે જાય તે માટે દુઆ કરતો હતો.

રજા લીધા વગર સેવા આપી
મનોજ નિકુમ, નર્સ સુપ્રિટેન્ડન્ટ : સ્મિમેર હોસ્પિટલમાં છેલ્લાં 12 વર્ષથી સ્મિમેર કેમ્પસમાં જ રહે છે. પત્નિ અને બહેન પણ સિવિલ સ્મિમેર હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપે છે. કોરોનાના પ્રારંભથી જ રજા લીધા વગર કોરોના વોર્ડમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. પરિવારના સભ્યો પણ કોરોનાગ્રસ્ત થયાં હતાં તેમ છતાં હાર્યા વગર તેમણે હિંમત હાર્યા વગર ડ્યુટી નિભાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો