ડાયમંડ નગરી સુરત:આ પથ્થર નથી, 50 કરોડનો કાચો હીરો છે, જેમાંથી હવે 30-30 કરોડના બે હીરા બનશે

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
50 કરોડની કિંમતનો ડાયમંડ. - Divya Bhaskar
50 કરોડની કિંમતનો ડાયમંડ.
  • હીરાનો વીમો પણ લેવાયો, પ્રિમિયમ 50 લાખ
  • હીરો તૈયાર કરનારને 5 લાખ રૂપિયા મજૂરી મળશે

વિશ્વના 90 ટકા હીરા માત્ર સુરતમાં બને છે. આ ડાયમંડ નગરીમાં અનેક પ્રકારના હીરા તૈયાર થતા જોવા મળી રહ્યા છે. દિવાળી ટાણે ધર્મનંદન ડાયમંડમાં 50 કરોડની કિંમતનો માત્ર એક કાચો હીરો આવ્યો છે. ઓનર લાલજી પટેલે જણાવ્યું કે, 118 કેરેટ વજન ધરાવતો આ હીરો ખુબ જ ઊંચી ગુણવત્તાનો પથ્થર છે. જેમાં ડી.આઈ.એફ. કલર અને પ્યોરિટી છે. હીરા જગતમાં આ સૌથી ઊંચો પથ્થર ગણાય છે, જેમાંથી 2 હીરા તૈયાર થશે. એકની કિંમત ૩૦ કરોડ ગણાતા કુલ 60 કરોડની કિંમત થશે. હીરો તૈયાર કરનારને 5 લાખ રૂપિયા મજૂરી મળશે. માત્ર વિમાનું પ્રિમિયમ જ 50 લાખથી વધુ થશે.

ટેક્સટાઈલમાં 16000 કરોડ જ્વેલરીમાં 500 કરોડનો વેપાર
શહેરમાં આ વર્ષે તમામ સેક્ટરમાં દિવાળી ફળી છે. કારણ કે, એક જ મહિનામાં ટેક્સટાઈલ 16 હજાર કરોડ, જ્વેલરીમાં 500 કરોડ અને ઈલેક્ટ્રોનિક્સમાં 350 કરોડનો બિઝનેસ થયો છે. જ્યારે દિવાળી મહિનામાં 32 હજાર બાઈક અને 14 હજાર કાર વેચાવાનો અંદાજ છે. ગત વર્ષે કોરોના હોવાથી ડાયમંડ ઉદ્યોગ સિવાય તમામ ઉદ્યોગોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો હતો. કોરોનાની બીજી લહેરથી કાપડ વેપારીઓએ પ્રોડક્શન અટવાકવ્યું હતું અને આંશિક લોકડાઉનને કારણે શહેરના કામ ધંધા પર પણ અસર પડી હતી.

જેથી લોકોએ ખરીદી કરવાનું ટાળ્યું હતું. જ્વેલરી અને ઓટો મોબાઈલ સેક્ટરમાં જેમણે ખરીદી કરવાનું અટકાવ્યું હતું તેમણે આ વર્ષે ખરીદી કરી હતી. બીજી તરણ ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં સ્કિમો અને ઓફરો હોવાથી પણ લોકો દ્વારા ખૂબ ખરીદી કરવામાં આવી હતી.

ક્યા સેક્ટરમાં કેટલો વેપાર

સેક્ટર201920202021
ટેક્સટાઈલ15000 કરોડ4500 કરોડ16000 કરોડ
ઈલેક્ટ્રોનિક340 કરોડ150 કરોડ350 કરોડ
જ્વેલરી450 કરોડ70થી કરોડ500 કરોડ
મિઠાઈ35 કરોડ22 કરોડ40 કરોડ
બાઈક25 હજાર12 હજાર32 હજાર
કાર12 હજાર6 હજાર14 હજાર

આ વર્ષે વેપારીઓની આશા પૂર્ણ થઈનવા વર્ષમાં સમગ્ર દેશ માટે સારા સંકેત

ચેમ્બર પ્રમુખ આશિષ ગુજરાતી કહે છે કે, 2019માં જેવો માર્કેટમાં માહોલ હતો તેવો વેપાર 2021માં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પણ સારો એવો વેપાર જેવા મળી રહ્યો છે, જે નવા વર્ષમાં સમગ્ર દેશ માટે સારા સંકેત કહી શકાય.

ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે કે, ‘ વેપારીઓને આ વર્ષની દિવાળી ફળી છે. માર્કેટમાં વેપારીઓમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. ગત વર્ષે કોરોનાને કારણે વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ આ વર્ષે વેપારીઓને સારો એવો બિઝનેસ મળ્યો છે.

કોરોનામાં ઘટાડાની સીધી અસર
ઈલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સનો વ્યવસાય કરતાં અનિલ જેટવાણી કહે છે કે, ‘જેવી રીતે કોરોનાની અસર શહેરના અલગ અલગ સેક્ટર પર પડી હતી તેવી જ રીતે ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં પણ અસર પડી હતી. પરંતુ આ વર્ષે વેપાર વધ્યો છે.

જ્વેલરી સેક્ટરને ચાંદી થઈ ગઈ
વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારિયા કહે છે, આ વર્ષે જ્વેલરી સેક્ટરમાં બિઝનેસ સારો થયો છે. ગત વર્ષે કોરોના હોવાથી ખુબ જ ઓછી ખરીદી હતી. આ વર્ષે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસની સિઝન પણ સારી ગઈ છે. ’