ગેરરીતિ વધી:ચાર મહિનામાં યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા 185માંથી 30 ટકા વિદ્યાર્થિની

સુરત9 દિવસ પહેલાલેખક: મિલન માંજરાવાલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પરીક્ષામાં ચોરી મામલે વિદ્યાર્થિનીઓ પણ પાછળ નહીં
  • ઓનલાઈન કરતા ઓફલાઈન પરીક્ષામાં ગેરરીતિ વધી

વીર નર્મદ યુનિવર્સિટીએ જાન્યુ., ફેબ્રુ., માર્ચ અને એપ્રિલમાં ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા લીધી હતી. ઓનલાઇન પરીક્ષામાં 82 અને ઓફલાઇનમાં 103 વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાયા છે. જેમાં 30% તો વિદ્યાર્થિની છે. ખાસ કરીને વિદ્યાર્થિનીઓ ઓનલાઇન કરતા ઓફલાઇન પરીક્ષામાં ચોરી કરતા વધારે પકડાય છે. ઓનલાઇન પરીક્ષામાં માત્ર 5% વિદ્યાર્થિની પકડાઈ છે તો ઓફલાઇન પરીક્ષામાં 25% વિદ્યાર્થિની પકડાય છે. ઓફલાઇન પરીક્ષામાં વિદ્યાર્થિનીઓ ખાસ કરીને એક જ ટ્રીક યુઝ કરે છે.

જેમાં પણ હોલ ટિકિટ કે પાટ્ટીયા કે કપડા કે પછી હાથ અને પગ પર લખાણ લખી આવે છે અને પકડાય જાય છે. જો કે, આ વાત ગામડાની વિદ્યાર્થિનીની છે. જ્યારે શહેરની વિદ્યાર્થિનીની વાત કરીએ તો તેઓ માઇક્રો ઝેરોક્ષ લઇને આવે છે. આ વખતે યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષાના સોફ્ટવેરમાં ફેરફાર કર્યો છે.

જેને કારણે વિદ્યાર્થીઓ ડબલ સ્ક્રીન કરી શકતા નથી કે પછી ચાલુ પરીક્ષાએ સોશિયલ મીડિયા સહિતની એપ્લિકેશનમાં જઇ શકતા નથી. જેથી વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષામાં ચોરી કરવાની રીત બદલી છે. વિદ્યાર્થીઓ કોલેજો પર ઓનલાઇન પરીક્ષા અપાવવા માટે આવી રહ્યા નથી અને તેની જગ્યાએ ઘરેથી કે કારમાં કે પછી ખેતરમાં મિત્રોની સાથે બેસીને એક બીજાને પ્રશ્નના જવાબ પુછી પુછીને ઓનલાઇન પરીક્ષા અપાવતા પકડાયા છે.

અન્ય સમાચારો પણ છે...