તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી ટેક્‌નિક:થર્ટી ફસ્ટે પોલીસ બ્રેથ એનેલાઇઝરથી નહીં, વાણી, વર્તન અને ચાલને આધારે પકડી લેશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • કોરોનાને કારણે પોલીસ મોઢું પણ નહીં સૂંઘે, શંકાસ્પદોના બ્લડ ટેસ્ટ કરાશે

કોરોનાની મહામારીના કારણે ચાલુ વર્ષે 31મી ડિસેમ્બરે તમામ ઊજવણી બંધ રખાઇ છે. જ્યારે રાતે 9 વાગ્યાથી કરફ્યુ હોવાથી પોલીસ શહેરના 30 એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ લોક કરીને કામ વગર ઘરની બહાર નીકળનારા સામે ગુનો નોંધી જેલમાં પૂરી દેશે. આ વર્ષે પહેલી વખત દારૂડિયાઓને પકડવા માટે પોલીસ બ્રેથ એનેલાઈઝર મશીનનો ઉપયોગ નહીં કરે તેમજ કોઈનું મોઢું પણ નહીં સૂંઘે. પણ દારૂડિયાઓને વાણી-વર્તન અને તેની ચાલના આધારે પકડશે. ઉપરાંત શંકાસ્પદ લોકોની ખરાઈ બ્લડ રિપોર્ટના આધારે કરાશે. સુરતના તમામ રસ્તાઓ ઉપર 450થી વધુ સીસીટીવી કેમેરા લાગેલા છે. જેનું મોનીટરીંગ પોલીસ કંટ્રોલ રુમમાંથી કરવામાં આવે છે. જેથી 31મીએ રાતે લોકોની ભીડ ભેગી ન થાય તેમજ કોઈ ક્યાંય ઉજવણી ન કરે તે માટે કંટ્રોલ રુમના કેમેરામાંથી પણ શહેરભરમાં નજર રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો