તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ત્રીજી લહેરની આશંકા, વેપારીઓને ઓવર પ્રોડક્શન નહીં કરવા સલાહ, ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિયેશનની વેપારીઓ સાથે બેઠક

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

માર્કેટના વેપારીઓની વિવિધ સમસ્યાને લઈને સાઉથ ગુજરાત ટેક્ષટાઈલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા વેપારીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સમસ્યાનું સમાધાન કરાયું હતું. ખાસ કરીને કોરોનાની ત્રીજી લહેરની શક્યતા જોતાં વેપારીઓને નુકસાનથી બચવા માટે ઓવર પ્રોડક્શન નહીં કરવા માટે એસોસિએશને સલાહ આપી હતી. ખાસ કરીને કેરળ, કર્ણાટક, તેલંગણા, આંધ્રપ્રદેશમાં કોરોનાની પરિસ્થિતિ જોતાં સુરતના વેપારીઓનું કામ છેલ્લાં ઘણાં મહિનાથીઓથી અડધું થઈ ગયું છે.

સાથે ચિટિંગના કિસ્સા પણ વધી રહ્યા છે. લેભાગુ ગઠિયાઓ આડતિયા અને ટ્રાન્સપોર્ટ્સની આડમાં વેપારીઓને ચુનો લગાડી રહ્યા છે, જેથી સંગઠનો પણ આ મુદ્દે સક્રિય થયા છે. ટેક્ષટાઈલ ટ્રેડર્સ એસોસિએશનની બેઠક મળી હતી જેમાં આ પ્રકારના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...