તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:સુરતના અટલ આશ્રમમાં તસ્કરોએ મંદિરમાં ફરી તસ્કરો ત્રાટ્ક્યાં, મંદિરની દાનપેટીમાંથી ચોરી કરનાર CCTVમાં કેદ

સુરત4 મહિનો પહેલા
  • મંદિરની દિવાલ કુદીને ચાર મહિનામાં ફરીથી તસ્કરોએ ચોરી કરી

સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં ચોરોએ હાથ સાફ કર્યો હતો. સુરતના અટલ આશ્રમમાં વિશાળ પારાના શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. જેને પારદેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકોના આસ્થાનું કેન્દ્ર એવા પારદેશ્વર મહાદેવ મંદિરમાં દાન માટે મૂકવામાં આવેલી દાનપેટી ચોર મોડી રાત્રે ચોરી ગયા હતાં.દિવાલ કુદીને ચાર મહિનામાં ફરીથી તસ્કરો ત્રાટ્ક્યા હતા.ચોરી કરતાં તસ્કરો CCTVમાં કેદ થયા છે, હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મંદિરમાં લાગેલા કેમેરામાં તસ્કરો કેદ
અટલ આશ્રમમાં લાગેલા કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. ચોર મંદિર પરિસરમાં દિવાલ કૂદીને અંદર આવ્યા હતા. ત્યારબાદ જે દાન પેટી મૂકવામાં આવી હતી. તેને લઈ જતા સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ સવારે મંદિરના મહંત બટુકગીરી મહારાજને છતાં બટુકગીરી મહારાજએ અટલ આશ્રમમાં લાગેલા CCTV તપાસ્યા હતા, જેમાં ચોર સ્પષ્ટ રીતે દાન પેટીમાંથી રૂપિયા ચોરીને નાસી જતા જોવા મળ્યા હતાં.

CCTVમાં ચોરી કરીને નાસતા ચોર કેદ થઈ ગયા હતાં.
CCTVમાં ચોરી કરીને નાસતા ચોર કેદ થઈ ગયા હતાં.

જાણભેદુ હોવાની આશંકા
બટુકગીરી મહારાજએ સમગ્ર ઘટનાની જાણ અડાજણ પોલીસને કરતાં અડાજણ પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે. અડાજણ પોલીસ દ્વારા આશ્રમમાં કામ કરતા અન્ય લોકો સાથે પણ ચોરી અંગે ઉંડાણપૂર્વકની તપાસ કરી હતી. તેમજ CCTVમાં જે દેખાય છે તે કોઈ જાણભેદુ છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

ચાર મહિનામાં બીજી વખત ચોરી કરવામાં આવી હતી.
ચાર મહિનામાં બીજી વખત ચોરી કરવામાં આવી હતી.

અગાઉ પણ મંદિરમાં થઇ છે ચોરી
મંદિરના પુજારી મહંતશ્રી બટુકગીરી મહાદેવગીરી મહારાજે જણાવ્યું હતું કે, અગાઉ પણ 18-8-2020 ના રોજ મંદિરમાં ચોરી થઇ હતી. તેની પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ તે ઘટનામાં આરોપીઓ આજદિન સુધી પકડાયા નથી. અને આજે ફરી એક વખત ચોરીની ઘટના બની છે. ત્યારે પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે તેવી માંગ મંદિરના મહંત દ્વારા કરવામાં આવી હતી.