તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:​​​​​​​સુરતના પુણા વિસ્તારમાં આવેલી HDFC બેંકના ATMને તસ્કરોએ નિશાને લીધું, ડ્રોપ બોક્સ તોડીને ચેકની ચોરી કરાઈ

​​​​​​​સુરત4 મહિનો પહેલા
ATM રૂમમાં પ્રવેશેલા તસ્કરે કોઈ સાધનથી બોક્સ તોડીને ચોરી કરી હતી. - Divya Bhaskar
ATM રૂમમાં પ્રવેશેલા તસ્કરે કોઈ સાધનથી બોક્સ તોડીને ચોરી કરી હતી.
  • CCTVમાં કેદ થયેલા બે ઈસમો સામે ગુનો નોંધી પોલીસે તપાસ આદરી

સુરતમાં તસ્કરો બેફામ પણે ચોરી કરતાં હોવાનું સામે આવી રહ્યું છે. તસ્કરોએ પુણા કુંભરીયા રોડ પર આવેલી HDFC બેન્કના ATMને નિશાને લીધું હોય છે. ATMના રૂમમાં પ્રવેશેલા બે તસ્કરોએ ચેકબુકના બોક્સને તોડી તમામ ચેકો લઇ તસ્કરો ફરાર થઈ ગયા હોય છે. ચોરી કરતા અગાઉ તસ્કરો રેકી કરતાં જોવા મળે છે. ચોરીની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. જેના આધારે પુણા પોલીસે અંદાજે 20થી 30 વર્ષના બ્લેક કલરનું જેકેટ તથા બ્લૂ કલરનું જીન્સ પહેરેલા બન્ને તસ્કરો સામે ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ડ્રોપ બોક્સમાં રહેલા તમામ ચેક તસ્કરો ચોરી ગયા હતાં.
ડ્રોપ બોક્સમાં રહેલા તમામ ચેક તસ્કરો ચોરી ગયા હતાં.

બે તસ્કરોએ ચોરી કરી
પુણા કુંભારીયા રોડ પર મહેન્દ્ર પાર્ક સોસાયટી પ્લોટ નં.101,102માં આવેલી HDFCબેન્કની શાખામાંથી ચોરી થઈ છે. બેંકના મેનેજર પ્રવેશચંદ્ર સુરશચંદ્ર તિવારી (ઉ.વ.46) રહે. A-403, નક્ષત્ર હાઇટસ,ગૌરવપથ રોડ અડાજણ પાલનાએ પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં બે અજાણયા ઇસમો ઉં.વ.આશરે 20 થી 30 વર્ષના જે પૈકી ATM રૂમમાં પ્રવેશનાર ઇસમે બ્લેક કલરનું જેકેટ પહેરીતથા બ્યુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલું હોય છે. બીજો ચોર ATM મશીનની બહાર વોચમાં ઉભો હોય છે.

ચોરીના દ્રશ્યો CCTVમાં કેદ
બન્ને તસ્કરો દ્વારા કરવામાં આવેલી ચોરી CCTVમાં કેદ થઈ ગઈ છે. જેમાં એક બ્લેક કલરનું જેકેટ તથા બ્લ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે તે ઇસમે ATM મશીન રૂમમાં પ્રવેશી ચેક ડ્રોપ બોક્સના નીચેના ભાગે આવેલ લોકવાળા ખાનાને કોઇ સાધન વડે તોડી તેમાં રહેલ કસ્ટમરોના ચેકો લઇ જઇ તેની સાથે આવેલ બીજા ઇસમ સાથે મળીને ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો