તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કતારગામ નવી GIDC વિસ્તારમાં રહેતો યુવક ગઈકાલે બપોરે નોકરી પર ગયો હતો ત્યારે તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરનું તાળુ તોડી અંદર ત્રાટક્યાં હતાં. માતા બે મહિનાથી દુબઈ ગયા હોય દીકરો નોકરીએ જાય ત્યારે ઘરમાં કોઈ ન હોવાનું જાણતા તસ્કરોએ કબાટમાંથી રૂપિયા 78 હજારકની કિંમતનો સોનાનો હાર ચોરી નાસી ગયા હતાં.
બપોરના 12 વાગ્યા બાદ ચોરી
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ નવી GIDC પાસે મહાકાલી એપાર્ટમેન્ટમાં ફલેટ નં.205માં રહેતા દિવ્યેશ અશ્વિનભાઇ ઉમરીયા (ઉ.વ.29) અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે યુવા ઉપનિષદ પબ્લિકેશનમાં નોકરી કરે છે. દિવ્યેશભાઈની માતા બે મહિનાથી દુબઇ ગયા હોવાથી તેઓ ઘરે એકલા જ રહે છે. દિવ્યેશ તેના રોજના નિત્યક્રમ મુજબ ગઈકાલે બાર વાગ્યે નોકરીએ ગયો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યાઓએ તેમના બંધ મકાનમાં ત્રાટકી હાથ ફેરો કરી નાસી ગયાં હતાં.
20 વર્ષ જૂનો હાર ચોરાયો
સાંજે સાડા સાતેક વાગ્યે ઉપરના માળે રહેતા ઉષાબેને ઘરનો મુખ્ય દરવાજા ખુલ્લો દેખાતા અંદર જઇ બેડરૂમમાં જઈને જોતા તિજારી ખુલ્લી હતી અને તેની બાજુમાં દરવાજાનું લોક હતું. તિજારીની અંદરનું લોક પણ તૂટેલું હોય તેમણે તરત દિવ્યેશના મોટા બહેન મધુરુબેનને જાણ કરતા તેમણે દિવ્યેશને ફોન કર્યો હતો. દિવ્યેશ તરત જ ઘરે પહોંચ્યો હતો અને તપાસ કરતા તિજારીમાંથી તેની માતાના 20 વર્ષ જુના રૂ.78 હજારની કિંમતના ચાર તોલાના સોનાના હાર અને રૂ.500 મળી કુલ રૂ.78,500 ની મત્તાની ચોરી થઇ હતી.
જાણભેદુની આશંકા
બનાવ અંગે દિવ્યેશે પોલીસને જાણ કરી હતી. જેથી ઘટના સ્થળે દોડી આવેલી પોલીસેગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તબક્કે આ ચોરી કોઈ જાણભેદુએ કરી હોય અથવા તો રેકી કર્યા બાદ સમગ્ર ચોરીને અંજામ અપાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.