તસ્કરી:સુરતના ભટારમાંથી સાળાના લગ્નમાં ગયેલા યુવકના બંધ બંગલાને તસ્કરોએ નિશાને લઈ લાખોની ચોરી કરી

સુરત13 દિવસ પહેલા
કબાટમાંથી ચોરી કરવામાં આવી હતી.
  • ચોરી પાછળ જાણભેદુનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે

સુરત શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ભટારના એટોપ નગરના એક બંધ બંગલાના તાળા તોડી તસ્કરો લાખોની ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ કાપડ વેપારીઓના ઘરમાં થયેલી ચોરી રેકી કર્યા બાદ કરાઈ હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.

સામાન વેરવિખેર કર્યો
સોસાયટીવાસીઓએ જણાવ્યું હતું કે, બે માળના બગલા નંબર B-30માં ભાડુંઆત તરીકે હેમંતભાઈ જૈન સહિત બે જણા રહે છે. બન્ને કાપડના વેપાર સાથે સંકળાયેલા છે. સાળાના લગ્ન પ્રસંગ હોવાથી બન્ને પરિવાર સાથે બહારગામ ગયા હતા. આવા સંજોગોમાં બંધ બંગલાની અંદર પ્રવેશ કરી ચોરી કરવા પાછળ જાણ ભેદું કે રેકી કરનાર જ જવાબદાર હોય શકે છે. એટલું જ નહીં પણ આજે ઘરમાં કામ કરવા આવેલી મહિલાએ સામાન વેર વિખેર જોઈ બૂમાબૂમ કરતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

જ્વેલરી બચી ગઈ
ઘટનાની જાણ બાદ ખટોદરા પોલીસ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તપાસ કર્યા બાદ લગભગ કોઈ કડી મળી નથી. આખી સોસાયટીમાં CCTV કોઈ બંગલામાં નથી. લાખો ની ચોરી થઈ એમ કહી શકાય છે. જોકે લગ્ન પ્રસંગ હોવાથી જવેલરી બચી ગઈ હોય એ વાત ને નકારી શકાય નહીં. પોલીસે તપાસ હાથ ધરી છે.