હાઇટેક ચોરી:રિંગ રોડ પર ચોરો BSNL ડક્ટમાંથી 3 કિમી લાંબા કેબલ ચોરી કરી ગયા

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇટેક ચોરી તસ્કરો ક્રેઇન લઈને આવ્યા હોવાની આશંકા
  • કેબલ કપાઈ જતાં 70 બેંક સહિત 3 હજાર ફોન બંધ

રિંગરોડની અજન્ટા શોપિંગ સેન્ટરથી ગોલ્ડન પ્લાઝા માર્કેટની વચ્ચે BSNLના ડક્ટમાંથી રાત્રિના 40 લાખની કિંમતના 2.860 કિલોમીટરના 13 કોપર કેબલ ચોરી થતા શહેરમાં 70 બેંકો સહિત 3 હજાર ટેલિફોન કનેક્શનો બંધ થયા હતા. ક્રેઇનની મદદથી કેબલની ચોરી કરી હોવાની આશંકા છે.

સલાબતપુરા પોલીસમાં BSNL કંપનીના ડિવિઝનલ એન્જિનિયર કુંતલ શૈલેષ ઈનામદારે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા સામે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. ડિવિઝનલ એન્જીનિયરે રિંગરોડની અજન્ટા શોપિંગ સેન્ટરથી ગોલ્ડન પ્લાઝા માર્કેટની વચ્ચે કંપનીના સિવિલ ડક્ટમાં સ્ટાફ સાથે તપાસ કરી હતી.

જેમાં કોપર કેબલ ગાયબ હતો. ડક્ટમાંથી 13 કેબલ પૈકી 800 પેરના 12 કેબલ અને 1200 પેરનો એક મળી કુલ 2860 મીટર લંબાઈના કેબલ ચોરી થયા હતા. ડક્ટમાંથી કોપર કેબલ 2.860 કિમી સુધીનો ચોરી થયો છે. આ કેબલની કિંમત 40.04 લાખ છે. કેબલ ચોરી થવાથી BSNLના 3 હજાર ફોન તેમજ નેટવર્કના 70 કનેક્શનો બંધ થયા હતા. જેમાં નેટવર્કના મોટાભાગના કનેક્શનો બેંકોના બંધ થયા હતા.

તસ્કરો કેબલ કામના જાણકાર
BSNL કંપનીના ડિવિઝનલ એન્જીનિયર કુંતલ ઈનામદારે જણાવ્યું કે, 21મી નવેમ્બરે સવારના સમયે પ્રાઇવેટ લાઇનો બંધ હોવાની ફરિયાદ આવી હતી. આવી એક સાથે ઘણી ફરિયાદો આવી હતી. BSNLના કેબલના કામકાજ સાથે સંકળાયેલા શખ્સે ચોરી કરી હોવાની શક્યતા પોલીસને લાગી રહી છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે BSNLના ડક્ટમાંથી 40 લાખના 13 કોપર કેબલ ચોરી થતા શહેરમાં 70 બેંકો સહિત 3 હજાર ટેલિફોન કનેક્શનો બંધ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...