પીકઅપ ગાડીના લોડીંગના ભાગે ચોરખાના બનાવી તેમજ પ્લાસ્ટિકના કેનોમાં દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરતા ત્રણ ઈસમોને પીસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ૧.૯૭ લાખનો દારૂ મળી કુલ ૫.૪૭ લાખની મત્તા કબજે કરી હતી.તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઈસમો મળી કુલ ૫ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
દારૂ જથ્થા સાથે ત્રણ ઝડપાયા
સુરત શહેરમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવી રહ્યા છે ત્યારે આવા જ એક કીમિયાનો સુરત પીસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે એક મહિન્દ્ર પીકઅપ ગાડીમાં કેટલાક ઈસમો દારૂનો જથ્થો ભરીને લાવ્યા છે અને તે ગાડી અડાજણ આનંદ મહલ રોડ સ્થિત શ્રીજી આર્કેડની સામે ઉભી છે. બાતમીના આધારે પીસીબી પોલીસે અહી દરોડો પાડી (૧) હર્ષ ભરતભાઇ ઠક્કર [ઉ.વ.૨૮] (૨) સરોજ ઉર્ફે છોટુ લલ્લન યાદવ [ઉ.વ/૨૫] (૩) ઝાલારામ બાબુલાલ બિસ્નોઇ [ઉ.વ/૨૧] ને ઝડપી પાડ્યા હતા.
દારૂ ઘૂસાડવાનો અજીબ કીમિયો નિષ્ફળ
પોલીસ બાતમી વાળી જગ્યાએ પહોંચી ગાડીમાં તપાસ કરતા ગાડીના લોડીંગના ભાગે ચોરખાના બનાવવામાં આવ્યા હતા અને તેમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો. તેમજ કારમાં હેરાફેરી કરવામાં આવતા કેમિકલ માટે વપરાતા પ્લાસ્ટિકના કેનોમાં દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરવામાં આવતો હતો.ગાડીની અંદર આ રીતે રાખેલો ૧.૯૭ લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ, ૩ લાખની કિમતની પીકઅપ ગાડી, ૭૫ હજારની કિમતના ૫ મોબાઈલ, અંગઝડતીના રોકડા રૂપિયા ૧,૭૫૦ મળી કુલ ૫.૭૪ લાખની મત્તા કબજે કરી હતી.
દારૂ મંગાવનાર અને મોકલનાર વોન્ટેડ
આ ઘટનામાં પોલીસે સેલવાસ ખાતેથી દારૂનો જથ્થો મોકલનાર તેમજ સુરતમાં દારૂનો જથ્થો મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ કેસમાં કુલ પાંચ જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસે કોને કોને વોન્ટેડ જાહેર કર્યા
૧] સુરેશ બિસ્નોઈ [રહે, સેલવાસા]૨] મુકેશ મોહનલાલ સુથાર [ રહે, સેલવાસા]૩] રામજીભાઈ ઘનશ્યામભાઈ રંગાણી [રહે, સુરત]૪] યશ મહેશભાઈ પરમાર [રહે, સુરત] ૫] હેમંત આહીર [રહે, ઓલપાડ]
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.