તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઈલ ચોરાયા:સુરતમાં ઉધનાના એક કોમ્પ્લેક્ષની મોબાઈલ શોપનું તાળું તોડી ચોરે 37 મોબાઈલ ચોર્યા, ઘટના CCTVમાં કેદ

સુરત15 દિવસ પહેલા
શટરનું તાળુ તોડીને ઘૂસેલા શખસે મોબાઈલ ચોર્યા હતા
  • 2 સપ્ટેમ્બરે મોડી રાત્રે મોબાઈલ શોપના મેઈન દરવાજાનું શટરનું તાળું તોડી ચોરે પ્રવેશ કર્યો હતો
  • પોલીસે ગણતરીના દિવસમાં જ આરોપી યુવકને 37 મોબાઈલ સાથે ઝડપી પાડ્યો

ઉધના વાસુદેવ કોમ્પ્લેક્ષમાં આવેલી સોનુ મોબાઈલ નામની દુકાનમાંથી ચોરો રૂપિયા 5.49 લાખની કિંમતના જુદા-જુદા 37 મોબાઈલ ફોન ચોર્યા હતા. મોબાઈલ ચોરી બાદ ચોરો ભાગી જતા ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે. ચોરીની આખી ઘટના CCTVમાં કેદ થઈ જતાં ચોરની ઓળખ મેળવવામાં પોલીસે સફળ રહી હતી અને આરોપી યુવક મોબાઈલ સાથે ઝડપાયો હતો.

ઉધના મોબાઇલ શોપ ચોરીનો આરોપી ઝડપાયો
આલોક ઉર્ફે વિભુતિ દિલીપભાઇ શાહ (ઉ.વ-23) રહે નહેરૂનગર ઝૂંપડપટ્ટી રોડ નં. 4 ઉધના સુરત મૂળ રહે. ગામ મીઠાપુર થાના- કબીસુજ્યનગર જી. ગંજામ ઓડીશાને ચોરીના 37 મોબાઈલ કિમત રૂ. 5,49,047ના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસમાં પોલીસે પકડી પાડ્યો હતો.

પોલીસે ગણતરીના દિવસમાં જ મોબાઈલ ચોરને ઝડપી લીધો
પોલીસે ગણતરીના દિવસમાં જ મોબાઈલ ચોરને ઝડપી લીધો

મેઈન દરવાજાનું શટર તોડીને વિવિધ કંપનીના મોબાઈલ ચોર્યા
આશિષ અમરનાથ મૌર્યા (ડીંડોલી શિવ હિરાનગર) એ જણાવ્યું હતું કે, તેઓ ઉધના વાસુદેવ કોમ્પ્લેક્ષમાં સોનુ મોબાઈલના નામે દુકાન ધરાવે છે. સોનુ મોબાઈલની દુકાનને અજાણ્યા શખસે નિશાન બનાવ્યું હતું. ગત.તા.2 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રિએ દુકાનનો મેઈન દરવાજાનું શટલનું તાળું કોઈ સાધન વડે તોડી શટર ઊંચુ કરી દુકાનમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ દુકાનમાંથી રૂપિયા 5.49 લાખના અલગ અલગ કંપનીના 37 મોબાઈલ ચોરી કરી નાસી ગયો હતો.

મોબાઈલ શોપમાંથી 37 મોબાઈલ ચોરાયા હતા
મોબાઈલ શોપમાંથી 37 મોબાઈલ ચોરાયા હતા

દુકાન ખોલી ત્યારે ચોરી થયાની દુકાનદારને ખબર પડી
વધુમાં જણાવ્યું હતું કે, બીજા દિવસે સવારે દુકાને આવતા ચોરી થયા હોવાનો અહેસાસ થયો હતો. આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

2જી સપ્ટેમ્બરે મોડી રાતે ચોરીને અંજામ અપાયો
2જી સપ્ટેમ્બરે મોડી રાતે ચોરીને અંજામ અપાયો