તસ્કરી:સુરતમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ 21 તોલા સોના અને 1 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી

સુરતએક મહિનો પહેલા
કબાટમાંથી દાગીનાની ચોરી કરાઈ હતી.
  • 10 લાખથી વધુની કિંમતની ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની આશંકા

સુરતના લાલ દરવાજા નજીક આવેલા રતી પાર્ક એપાર્ટમેન્ટના એક મકાનનું તાળું તોડી કબાટમાંથી અજાણ્યા ઈસમો રૂપિયા 10 લાખની કિંમતનું 21 તોલા સોનુ અને 1 કિલો ચાંદીના દાગીના ચોરી ગયા હોવાના બનાવ બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો થયાની જાણ થયા બાદ સોસાયટીમાં ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ કોઈ જાણભેદુનો ચોરીમાં હાથ હોવાની શક્યતાઓને લઈને પણ મહિધરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.

બંધ મકાનને તસ્કરોએ નિશાને લીધું હતું.
બંધ મકાનને તસ્કરોએ નિશાને લીધું હતું.

નકુચાનું તાળુ તોડી ચોરી
સોહિલ નવીનચન્દ્ર આસ્તાવાળા (ઘર માલિક)એ જણાવ્યું હતું કે, ઘટના દિવસ દરમિયાન બની છે. હાલ મારી પત્ની બન્ને બાળકોને લઈ છેલ્લા એક મહિનાથી પિયર માતાની દેખરેખ માટે ગઈ છે. ઘરમાં હું એકલો જ રહું છું. ઘરની બે ચાવી છે. એક ચાવી ઉપર રહેતા ભાઈ પાસે રહે છે. ચોરી થયા બાદ પીનલએ ટેલિફોનિક જાણ કરી હતી.તસ્કરો ઘરના મુખ્ય દરવાજાના નકુચા સાથે તાળું તોડી ઘરમાં ઘૂસ્યા હોય એમ લાગે છે. ત્યારબાદ બેડરૂમના કબાટનું તાળું તોડી કબાટમાં મુકેલા 21 તોલા સોનાના દાગીના જેમાં 3 મંગળ સૂત્ર, બે ચેઇન, બંગડી, લકી, પેન્ડલ અને સોનાના સેટ સહિત એક કિલો ચાંદી પણ લઈ ગયા છે.

આસપાસના લોકો પણ ચોરી થયાની જાણ થતાં દોડી આવ્યાં હતાં.
આસપાસના લોકો પણ ચોરી થયાની જાણ થતાં દોડી આવ્યાં હતાં.

જિંદગીભરની બચત ચોરાઈ
સોહિલ હીરાની પેઢીમાં સાઇનિંગ મારવાનું કામ કરે છે. જિંદગીભરની બચતના દાગીના ચોરાયા છે. ઘરમાં સવાર સાંજ બે સમય ઘર કામ સિવાય ફ્લેટ ખૂલતો નથી. રાત્રે સોહિલ માત્ર સૂવા જ આવે છે. ચોરી થયા બાદ મહિધરપુરા પોલીસને જાણ કરી છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.