તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્ફ્યૂમાં ચોરી:સુરતમાં ઘર આંગણામાં પાર્ક કરેલી વિદ્યાર્થીની બાઈકને ત્રણ અજાણ્યા તસ્કરો ટેમ્પામાં મૂકી ફરાર, CCTV

સુરત23 દિવસ પહેલા
ઘરના આંગણામાંથી જ બાઈકની ચોરી.
  • સીસીટીવીમાં બે ઇસમો બાઈકને ધક્કો મારી લઈ જતા નજરે પડ્યા

સુરતના ડુમસમાં રાત્રી કર્ફ્યૂ દરમિયાન ઘર આંગણામાં પાર્ક કરેલી વિદ્યાર્થીની બાઈકને ત્રણ અજાણ્યા તસ્કરો ટેમ્પામાં મૂકી ચોરી કરી ગયા હોવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ડુમસ પોલીસે ચોરીની ઓળખ થયા બાદ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. એક અવાઠવાડિયા પહેલા બનેલી બાઇક ચોરીમાં પોલીસ ઢીલી તપાસને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

બીજા દિવસે સવારે ઘર આંગણામાં મુકેલી બાઈક ન મળી
સુફિયાન સમીરભાઈ કાપડિયા ઉં. વ 20 (રહે ડુમસ, મોટા બજાર ખાતે દરી ફળિયા) એ જણાવ્યું હતું કે, તેઓ ધોરણ-10માં અભ્યાસ કરે છે. ગત તા. 27મીએ સાંજે તે પોતાની બાઈક પર ફરવા ગયો હતો. ત્યારબાદ રાત્રીના સમય એ બાઈક ઘર આંગણામાં પાર્ક કરી ઊંઘી ગયો હતો. બીજા દિવસે સવારે ઘર આંગણામાં મુકેલી બાઈક ન દેખાતા આજુબાજુ તપાસ કરી હતી, પરંતુ ક્યાંય બાઈક મળી આવી નહોતી.

કર્ફ્યૂમાં તસ્કરોએ ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો.
કર્ફ્યૂમાં તસ્કરોએ ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો.

ચોરો સીસીટીવીમાં કેદ થયા
સ્થાનિક વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરાતા બે ઇસમો તેની બાઈકને ધક્કો મારી લઈ જતા દેખાતા હતા. તેમણે આગળ જઈ ટેમ્પા નજીક ઊભેલા અન્ય એક યુવકની મદદથી બાઈક ટેમ્પોમાં મૂકી હતી. આગળ જતા આ ટેમ્પો ડીપીએસ સ્કૂલ પાસેથી પસાર થતાં સીસીટીવી કેમેરામાં દેખાય છે. આ મામલે સુફિયાને ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે, રાત્રી કરફ્યૂના નામ પર પ્રજાને રંજાડતી પોલીસને ટેમ્પોમાં બાઈક ચોરી જનારા તસ્કરો કેમ દેખાયા નહી? તે મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ ઘટના પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા કરી રહી છે.

બે તસ્કરો બાઈકને ધક્કો મારીને લઈ જતા સીસીટીવીમાં કેદ થયા.
બે તસ્કરો બાઈકને ધક્કો મારીને લઈ જતા સીસીટીવીમાં કેદ થયા.