તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુણ્યકાર્ય:આ એ 108 લોકો છે જેમણે સુરતમાં 3500થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા, હવે તેમનું સન્માન થશે

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની પહેલી અને બીજી લહેરમાં 3500થી વધુ મૃતકોનો સિવિલ-સ્મીમેર હોસ્પિટલમાંથી પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શાહીદઉલ્લહ ખાને જણાવ્યું કે, પાલિકાએ જ્યારે કામ સોંપ્યું ત્યારે માત્ર 10 યુવકો હતા જેની સંખ્યા વધારીને 108 કરવી પડી હતી. સપ્ટેમ્બર-20થી ફેબ્રુઆરી-21 દરમિયાન મોત ઓછાં હતાં પણ પછી બીજી લહેરમાં મૃત્યુદર ખૂબ વધી ગયો હતો. પરિણામે 3500 લોકોના અંતિમ સંસ્કાર કરનાર આ યુવકોનું અલગ-અલગ સંસ્થાઓ મળીને સન્માન કરશે.

અન્ય સમાચારો પણ છે...