હાલાકી:અઠવામાં લીકેજ મરામત કરાતાં આજે પણ પાણીની સમસ્યા રહેશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસની કામગીરીને પગલે 4.50 લાખ લોકોને હાલાકી

પારલેપોઇન્ટ નજીક મુખ્ય પાણીની મેઇન લાઇનમાં લીકેજ રિપેર કરવા શુક્રવારે કાપ મુકાયો હતો. જેને પગલે અઠવાગેટથી રાહુલ રાજ મોલ સુધી, ઘોડદોડ રોડ, મજુરાગેટ, ભટાર રૂપાલી નહેર જંકશન, રામચોક, પનાસ, સિટી લાઇટ, અને ઉમરા-પીપલોદના 4.50 લાખ લોકોને અસર વર્તાઇ હતી. કામગીરી બે દિવસ ચાલશે જેથી શનિવારે આ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી સપ્લાય કરાશે.

હાઇડ્રોલિક વિભાગે કહ્યું કે, જાની ફરસાણ નજીક 800 MM વ્યાસની મુખ્ય લાઇનના જોઇન્ટમાં લાંબા સમયથી 1 ઇંચથી મોટો ગેપ પડી જતાં ખોદકામ કર્યું તો વધુ એક લીકેજ મળી આવ્યું હતું. આ સાથે જ ટાંકીની સફાઇ પણ મોડી સાંજથી શરૂ કરાઇ હતી. જેથી સવારે 5.30થી 8 અને બીજો સપ્લાય 8.30થી 12 વાગ્યાના બંને સપ્લાય થઇ શક્યા નથી. પાલિકાના અઠવા ઝોનમાં 31 સ્થળો પરથી પાણીની ડિમાન્ડ કરાતાં વ્યવસ્થા માટે બીજા ઝોનમાંથી પણ ટેન્કર મંગાવી દોડાવાયા હતાં.

6 કરોડ લિટર પાણી અટકાવાતાં ટેન્કર મંગાવવાં પડ્યાં
પાલિકાએ આગોતરી જાણકારી આપી હોવા છતાં શુક્રવારે સવારે વિવિધ સોસાયટીઓ અને હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે ભાગદોડ જોવા મળી હતી. પાલિકાએ કહ્યું કે, આ વિસ્તારને 6 કરોડ લીટર પાણી પહોંચાડી શકાયું નથી, જેથી લોકોએ સ્વખર્ચે ટેન્કર મંગાવ્યા હતા.

​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...