તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:આજે વરાછા અને કાપોદ્રામાં બપોર બાદ પાણી કાપ રહેશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરાછા હેડ વોટર વર્ક્સ ખાતે નવી બાયપાસ લાઈનનું હાલની લાઈન સાથે જોડાણ કરાશે

સુરત મહાનગર પાલિકા દ્વારા વરાછા ખાતે આવેલા હેડ વોટર વર્ક્સ ખાતે પાણીની લાઇનની જોડાણની કામગીરી કરવામાં આવનાર હોવાથી આજે બુધવારે વરાછાના મોટાભાગના વિસ્તારમાં પાણી કાપ રહેશે.વરાછા હેડ વોટર વર્ક્સ ખાતે નવી બાયપાસ નાંખવામાં આવેલી 1219 મી.મી વ્યાસની એમ.એસ.લાઇનનું હાલની લાઇન સાથે જોડાણની કામગીરી આજે બુધવારે કરવામાં આવનાર છે. આ કામગીરી આજે બુધવારે સવારે 8 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન હાથ ધરવામાં આવશે. જેથી વરાછા વિસ્તારમાં બપોરના સમયે પાણી પુરવઠો ખોરવાશે.

જેમાં ખાસ કરીને અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબેનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા, કરંજ તેમજ કાપોદ્રા સહિતના વિસ્તારોમાં બપોરના સમયે પાણી પુરવઠો અંશત: ઓછા પ્રેશરથી અથવા નહિંવત મળવાની શક્યતા છે. જેથી આ વિસ્તારના લોકોને પાણી પુરવઠો અગાઉથી મેળવી સંગ્રહ કરી લેવા માટે અપીલ કરવામાં આવી છે.

કામગીરી વહેલી પૂર્ણ થાય તો પાલિકા દ્વારા પાણી પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે. જેની પાલિકા દ્વારા તમામ નગરજનોને નોંધ લેવા માટે જણાવાયું છે. પાલિકા દ્વારા આ નવી લાઈન નાખવાથી આ વિસ્તારના લોકોને પાણીની સમસ્યા દૂર થશે.

અન્ય સમાચારો પણ છે...