તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણેશ વિસર્જન પર મોનિટરીંગ:વિસર્જન માટેના 19 કૃત્રિમ તળાવો પર 45 કેમેરા ગોઠવી લાઇવ નજર રખાશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સ્મેક સેન્ટર પરથી વિસર્જનનું મોનિટરિંગ કરવા તળાવ દીઠ 3-4 કેમેરા લગાવી ઇન્ટરનેટ જોડાણ પણ અપાશે, 45 કેમેરા-ઇન્ટરનેટ માટે ક્વોટેશન મંગાવાયાં

ગણેશ વિસર્જન માટે ગત વર્ષ કરતાં બે તળાવો ઓછા કરી કુલ 19 કૃત્રિમ તળાવો બનાવાશે. ત્યારે આ તમામ કૃત્રિમ તળાવો પર 45 સીસી કેમેરા ગોઠવી લાઇવ નજર રખાશે. તેથી સ્મેક સેન્ટર પરથી લાઈવ વિસર્જન પર મોનિટરીંગ પણ થઈ શકશે.

પાલિકાએ વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવા માટે તમામ ઝોનમાં મળી 19 જગ્યાઓ પર કૃત્રિમ તળાવો બનાવવા તૈયારીઓ હાથ ધરી દીધી છે. તળાવો માટે ક્વોટેશન મંગાવાયા છે. સાથે મહત્વની બાબત એ છે કે, આ વખતે તમામ કૃત્રિમ તળાવો ખાતે સીસી કેમેરા ગોઠવવામાં આવનાર છે. 19 કૃત્રિમ તળાવો મળી કુલ 45 જેટલાં સીસી કેમેરા ગોઠવવાની પાલિકાએ ગણતરી માંડી છે.

એક કૃત્રિમ તળાવમાં ત્રણથી ચાર સીસી કેમેરા ગોઠવવા પાલિકાએ સીસી કેમેરા સેટ અપ અને ઇન્ટરનેટ કનેક્શન માટે ક્વોટેશન મંગાવ્યા છે. તેથી આ વર્ષથી કૃત્રિમ તળાવો પર થતાં ગણેશ વિસર્જનનું લાઈવ મોનિટરીંગ પણ પાલિકાના સ્મેક સેન્ટર ખાતેથી કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...