ખેડૂતોએ રાહત અનુભવી:ફાગણમાં માવઠાના કારણે કેરીના પાકને થયેલા નુકસાનનો સર્વે થશે

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દક્ષિણ ગુજરાતમાં 1 લાખ હેક્ટરમાં કેરીનો પાક લેવાય છે

છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટા બાદ ગઇકાલે સોમવારે ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે ખેતીના પાકને થયેલા નુકસાનનો સર્વે કરવા માટે ગુજરાત સરકારએ જાહેરાત કરતા ખેડૂતોએ રાહત અનુભવી છે. દક્ષિણ ગુજરાતમાં એક લાખ હેક્ટરમાં કેરીનો પાક લેવામાં આવ્યો છે.

આ વખતે કેરીનો સારો પાક ઉતરવાની ખેડૂતોના આશા પર આકાશમાંથી પડેલા પાણીએ પાણી ફેરવી નાખ્યું છે. મંગળવારે સુરત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેને કારણે તૈયાર પાકોને ભારે નુકસાન થયું હતું.

કેરીઓના પાક આવી ગયા ઉપરાંત નવા ફુલ પણ આવ્યા હોવાથી ખેડૂતોએ આ વખતે કેરીનો સારા પાકની આશા રાખી હતી. જોકે, કમોસમી વરસાદના કારણે ફુલો ખરી પડવા ઉપરાંત કેરીઓ પણ તૂટી પડી હતી. તો વળી વરસાદના કારણે કેરીના પાક તથા ફુલમાં ફંગસ લાગવા સાથે ખેડૂતોને નુકસાન થયું હતું.

આ અંગે સરકારમાં રજુઆતને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, હજુ બે દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા હોવાથી ખેડૂતો ચિંતામાં છે. ત્યારબાદ સર્વે કરવામાં આવશે.

ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતુંકે, દક્ષિણ ગુજરાતમાં એક લાખ હેક્ટરમાં કેરીનો પાક લેવામાં આવ્યો છે. ત્યારે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...