ભાજપ કાર્યાલય પર મેળા જેવો માહોલ:સુરતની ચોર્યાસી વિધાનસભાની બેઠક પર ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શનના દ્રશ્યો જોવા મળ્યા

સુરતએક મહિનો પહેલા
ચોર્યાસી બેઠકો પર ઉમેદવાર દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા.

સુરત શહેરની ચોર્યાસી બેઠક ઉપર દાવેદારોએ પડાપડી કરી છે. સાંજના સમયે નિરીક્ષકો સામે ટિકિટ માંગવા આવનાર ઉમેદવારો પૈકી કેટલાક ઉમેદવારો દ્વારા બસ ભરીને પોતાના સમર્થકોને કમલમ ખાતે લઈ આવવામાં આવતા કમલમ ખેંચો ખીચ ભરાયું હતું.

ઉમેદવારોની દાવેદારી કે શક્તિ પ્રદર્શન
84 બેઠકો પર વર્તમાન ધારાસભ્ય ઝંખના પટેલ પોતાની દાવેદારી કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ સુરત શહેર જિલ્લાના પ્રમુખ સંદીપ દેસાઈ પણ ચોર્યાસી બેઠક ઉપર દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. સુરત કોર્પોરેશનના શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂતના સમર્થકો દ્વારા તેમની ઉમેદવારીની રજૂઆત કરવામાં આવી હતી. ચોર્યાસી બેઠક સુરત શહેરની સૌથી મોટી વિધાનસભા પૈકીની એક છે. આ બેઠક ઉપર ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ખૂબ જ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. છોટુ પટેલ પોતાના સમર્થકોને બસ ભરીને કમલમ ખાતે લઈ આવ્યા હતા. જેને લઈને હાજર ભાજપના અન્ય ઉમેદવારો પણ આશ્ચર્યમાં મુકાયા હતા કે આવું શક્તિ પ્રદર્શન કરવાનો શું અર્થ છે.

કમલમ ખાતે ટિકિટ માટે કમર કસી
ચોર્યાસી બેઠકો પરપ્રાંતીયો અને કોડી પટેલોનું વર્ચસ્વ છે. એક તરફ પરપ્રાંતીયો પોતાની મજબૂત દાવેદારી નોંધાવી રહ્યા છે, તો બીજી તરફ કોળી પટેલ સમાજના ઝંખના પટેલ સહિતના ભાજપ સાથે જોડાયેલા હોદ્દેદારો દ્વારા ટિકિટની માંગ કરવામાં આવી રહી છે. સમગ્ર દિવસ દરમિયાન સૌથી વધુ સમર્થકોની ભીડ ચોર્યાસી બેઠકને લઈને જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...