સમસ્યાઓમાં વધારો:સુરત પશ્ચિમ રેલવેએ કોચ ઘટાડતા પાર્સલ ઓફિસમાં પાર્સલના ઢગલાં થયાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસે પાર્સલોના થયેલાં ઢગલાં. - Divya Bhaskar
સુરત રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસે પાર્સલોના થયેલાં ઢગલાં.
  • સમય પર પાર્સલ ન પહોંચવાથી વેપારીઓની સમસ્યાઓમાં વધારો થયો

સુરત રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસ પાર્સલોથી ભરચક છે કારણ કે ટ્રેનોના SLR પાર્સલ કોચમાં જગ્યા નથી. મોટાભાગની ટ્રેનોને એલએચબી રેકમાં ફેરવી દેવાઇ છે. જેથી દરેક ટ્રેનમાં 4 SLR પાર્સલ કોચ ઉમેરવાના બદલે હવે માત્ર 2 પાર્સલ કોચ છે.જ્યારે મુસાફરોની પાર્સલ વ્યવસ્થા માટે માત્ર એક કોચ છે.જેથી રેલવેના પાર્સલ વિભાગમાં પાર્સલના ઢગલા થઈ ગયા છે.

આજે પાર્સલ બુક કરાવતા ગંતવ્ય સ્થાને પહોંચવામાં 15થી 20 દિવસ લાગે છે. સુરત સ્ટેશનની પાર્સલ ઓફિસમાં અંદાજે 2500થી 3 હજાર પાર્સલ છે જે વિવિધ શહેરોમાં મોકલવાના છે. સુરત સ્ટેશને રોજ 200 ટ્રેનો રોકાય છે, જેમાં 150થી વધુ ટ્રેનોમાં LHB રેક વધારાયા છે અને જેમાં પાર્સલ કોચ 4ને બદલે 2 છે. જેથી પાર્સલોની ડિલિવરી સીમિત થઇ ગઈ છે.

સુરતથી લઈને વારાણસી, પ્રયાગરાજ, પટના, બિલાસપુર, રાયપુર, જૌનપુર, શાહગંજ, બલિયા અને છપરાના હજારો પાર્સલો અટવાઈ પડ્યા છે.સુરત સ્ટેશને પાર્સલ અટવાઈ જવાના કારણે વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ ટ્રેનોમાં 16 ટન પાર્સલ લાવવાની વ્યવસ્થા હતી. હવે કોચ ઘટાડતા 4 ટન પાર્સલ મોકલાઇ રહ્યા છે.જેથી વેપારીઓ સાડીઓ, કપડાના પાર્સલ સમયસર સ્થળ પર પહોંચી ન શકતા નુકસાન સહન કરવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...