કોરોના ઇફેક્ટ:15થી 25 તારીખ વચ્ચે 500 લગ્નો હતા, ગાઈડલાઈન પછી 150 રદ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવી ગાઈડલાઇનમાં લગ્નમાં 400ની જગ્યાએ 150ને મંજૂરી
  • સપ્તાહમાં કેટરર્સ, મંડપવાળા સહિતનાને 100 કરોડનો ફટકો

15મીથી કમૂર્તા પૂરા થતાં લગ્નની સિઝન શરૂ થશે. જોકે, સરકારે મંગળવારે જ ગાઈડ લાઈન જાહેર કરીને માત્ર 150ને જ આમંત્રણની મંજૂરી આપી છે. 15થી 25 જાન્યુઆરી સુધીમાં શહેરમાં 500થી વધારે લગ્નોનું આયોજન હતું. જો કે, સરકારની ગાઈડલાઈનના કારણે 150 જેટલા લગ્નો કેન્સલ થઈ ગયા છે. ખાસ કરીને મોટાપાયે થનારા લગ્નો પોસ્ટપોન થયા છે. બીજી તરફ મંડપ, ડેકોરેશન, કેટરર્સ સહિતના બિઝનેસને 7 દિવસમાં જ 100 કરોડનું નુકસાન જવાનો અંદાજ છે.

3 ક્લાયન્ટમાંથી 2ના લગ્ન સ્થગિત
ફોટો સ્ટુડિયો ચલાવતા પ્રદીપ લાખાણી કહે છે કે, ‘નવી ગાઈડ લાઈન સાથે જ મારા 3 ક્લાયન્ટના ફોન આવ્યા, જેમાંથી બેએ લગ્નો પોસ્ટપોન રાખ્યાની જાણ કરી. જેમાં એક ક્લાયન્ટના લગ્ન તો 18-19 જાન્યુઆરીના રોજ હતા.

1 વર્ષથી લગ્નની તૈયારી થતી હતી
કેટરર્સ એસોસિએશનના ઉપપ્રમુખ રાજેશ અજમેરા કહે છે કે, ‘લોકો લગ્ન કેન્સલ કરવા કે ડિશો ઓછી કરવા ફોન કરી રહ્યાં છે. ઘણા કસ્ટમર કહે છે કે,‘1 વર્ષથી લગ્નનું આયોજન કરતા હતાં પરંતુ હવે કેન્સલ કરવા પડી રહ્યા છે.’

અન્ય સમાચારો પણ છે...