• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • There Was A Controversy Over The Cancellation Of The Candidate's Name From The Voter List Of The Senate Election Of The University

વિવાદ:યુનિ.ની સેનેટની ચૂંટણીની મતદાર યાદીમાંથી ઉમેદવારનું નામ રદ થતા વિવાદ થયો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ ગુજરાત યુનિ.ની 14 ઓગસ્ટે યોજાનારી સેનેટની ચૂંટણીમાં વિવાદ શરૂ થયો છે. કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીમાંથી ઉમેદવારી નોંધાવવા ગયેલા ઉમેદવારનું નામ જ મતદાર યાદીમાંથી રદ કરાયુું હોવાનું માલૂમ પડ્યું છે. નિયમો અને સ્ટેચ્યુટની વિરૃદ્ધ જઈ નામ રદ્દ કર્યું છે.

વંદન ભાદાણીએ જણાવ્યું કે, તે સેનેટની ચૂંટણીમાં કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીમાંથી ચૂંટણી લડવા માંગે છે. તે ઉમેદવારી નોંધાવા માટે ગયા ત્યારે ફાઇનલ મતદાર યાદીમાંથી તેમનું નામ રદ કરાયુું હોવાનું જણાવવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા કહેવાયું હતુ ંકે,તમારૂ નામ 2 ડિગ્રી ધારકોની યાદીમાં છે. ડિગ્રી છેલ્લે મળી હોય મતદાર યાદીમાં તમારૂ નામ રહી શકે નહી. તેમણે આક્ષેપ કર્યા હતો કે, હું ચૂંટણી ન લડી શકું તેના માટે કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીમાંથી દૂર કરાયું છે. પ્રદ્યુમન જરીવાલા ચૂંટણી લડી શકે તેના માટે ડિલીટ કરાયું છે.

નિયમ અનુસાર મતદાર યાદીમાં નામ રહેતું હોય તો ઉમેદવાર પ્રદ્યુમન જરીવાલાની છેલ્લી ડિગ્રી એલએલબી છે. તેને કોમર્સની મતદાર યાદીમાં સ્થાન મળવું જોઈએ નહી. આમ કુલપતિની ઉમેદવારો સાથે ભેદભાવ કરી રહ્યા છે. પ્રોવિઝનલ યાદીમાં કુલપતિ ફેરફાર કરી શકે છે. પરંતુ કુલપતિએ નિયમોને નેવી મૂકીને ફાઇનલ મતદાન યાદી જાહેર થયા બાદ મારું નામ રદ કરીને કોઈ એક સત્તા પક્ષનું કામ કરી રહ્યા હોય તેવું કાર્ય કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...