સુરતના પ્રભારી મંત્રીની સમીક્ષા બેઠક:'આંશિક લોકડાઉનની હાલ કોઇ જરૂરિયાત નથી, પરિસ્થિતિ સામે આવશે તેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે': કનુ દેસાઇ

સુરત15 દિવસ પહેલા
સુરતના પ્રભારી મંત્રી કનુ દેસાઇ
  • દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે તેના માટેની પણ તૈયારી કરી લેવાઇ છેઃ પ્રભારી મંત્રી

સુરત શહેરમાં કોરોના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આજે સમીક્ષા બેઠક યોજાઇ હતી. સુરતના પ્રભારી મંત્રી કનુ દેસાઇએ કનુભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે, આંશિક લોકડાઉનની હાલ કોઇ જરૂરિયાત દેખાતી નથી, જે રીતે પરિસ્થિતિ સામે આવશે તેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે.

સુરતના પ્રભારી મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળી
સુરતની અંદર કોરોના સંક્રમણ ના કેસો વધતા આજે સુરતના પ્રભારી મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર કલેક્ટર સ્થાનિક ધારાસભ્યો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર હતા. કનુ દેસાઇએ જણાવ્યું કે અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, તે જોતા આંશિક લોકડાઉન કરવાની જરૂરિયાત દેખાતી નથી. પરિસ્થિતિ જે રીતે સામે આવશે કેસોમાં વધારો કેવી રીતે થાય છે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખ્યા બાદ અન્ય નિર્ણય લેવાશે.

સુરત શહેરમાં કોરોના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આજે સમીક્ષા બેઠક યોજાઇ હતી
સુરત શહેરમાં કોરોના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આજે સમીક્ષા બેઠક યોજાઇ હતી

દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે તેની તૈયારી કરી
કનુ દેસાઇએ જણાવ્યું કે પહેલા અને બીજા તબક્કામાં જે રીતે કોરોના સંક્રમણ માટેની તૈયારી હતી તેના કારણે હાલ વધુ સારી તૈયારી કરવામાં આવી છે. બે વ્યક્તિને કારણે આપણને ઘણું બધું શીખવા મળ્યું છે અને તેના આધારે તૈયારીઓ પણ યોગ્ય રીતે થઇ રહી છે. જો લોકો ગાઇડલાઇનનું પાલન કરશે તો આંશિક લોકડાઉન કરવાની સ્થિતિ ઊભી નહીં થાય. દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે તેના માટેની પણ તૈયારી કરી લેવામાં આવી છે. સુરતમાં બે પ્લાન્ટમાં ટેક્નિકલ ખામી હતી તેને પણ દૂર કરી દેવાઇ છે જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ઊભી ન થાય.

હજી પણ સુરત શહેરમાં ચાર લાખ જેટલા લોકોએ બીજો ડોઝ લીધો નથીઃ કનુ દેસાઇ
હજી પણ સુરત શહેરમાં ચાર લાખ જેટલા લોકોએ બીજો ડોઝ લીધો નથીઃ કનુ દેસાઇ

સુરત કોર્પોરેશને પતંગોત્સવ રદ કર્યો
કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, હજી પણ સુરત શહેરમાં ચાર લાખ જેટલા લોકોએ બીજો ડોઝ લીધો નથી. જે લોકોએ બીજો ડોઝ લીધો નથી. તેમને હવે જાહેર સ્થળ ઉપર પ્રવેશ આપવામાં આવશે નહીં. શાળા ચાલુ રાખવી કે બંધ કરવી તે અંગે શિક્ષણ વિભાગ વિચારી રહ્યું છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના દ્વારા બાળકોની ચિંતા કરીને યોગ્ય નિર્ણય લેવા જેવી મને ખાતરી છે. આગામી દિવસોમાં આવનાર પતંગોત્સવને પણ સુરત કોર્પોરેશન દ્વારા રદ કરી દેવામાં આવ્યો છે જેથી કરીને પણ સંક્રમણ વધુ પ્રમાણમાં ન ફેલાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...