ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેળવી દેશનું નામ રોશન કરનારા નિરજ ચોપડાનું નામ રાતોરાત ઘર-ઘર સુધી પહોંચી ગયું છે. સુરતમાં પણ ભાલા ફેંકમાં 100 વધુ ખેલાડીઓ વિવિધ ઇવેન્ટમાં રમતા હોય છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે શહેરમાં પ્રેક્ટિસ કરવા માટે ખેલાડીઓને ગ્રાઉન્ડ શોધવાની જરૂર પડે છે.
એથ્લેટિક્સ એસો.ના પ્રમુખ નવનીત સેલરે જણાવ્યું હતું કે, એથ્લેટિક્સ માટે યુનિર્વસિટી ખાતે ગ્રાઉન્ડ ઊભુ કરાયું છે પરંતુ તેમાં બહારના ખેલાડીઓને પ્રવેશ અપાતો નથી. નાછુટકે પ્રાઇવેટ ગ્રાઉન્ડનો સહારો ખેલાડીઓએ લેવો પડે છે. જેથી યુનિવર્સિટીને પત્ર લખીને ગ્રાઉન્ડ ખુલ્લુ મૂકવા માંગણી કરી છે.
ખેલાડીઓ લાકડાના ભાલાથી રમવા મજબૂર
ભાલાનું વજન ભાઇઓની ઇવેન્ટમાં 800 ગ્રામ હોય છે. જ્યારે બહેનોમાં 600 ગ્રામ. એથ્લેટ્કિસના સૂત્રો કહે છે કે, ઓલિમ્પિક જેવી ઇવેન્ટ કે અન્ય મોટી ઇવેન્ટમાં ફાયબરના ભાલા હોય છે. જ્યારે લોકલ લેવલે રમાતી કે યુનિવર્સિટી લેવલની ઇવેન્ટમાં એલ્યુમીનિયમના ભાલા હોય છે. કેટલીક જગ્યાએ હજી લાકડાંના ભાલા પણ વપરાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.