એજ્યુકેશન:યુનિ.માં કોચ જ નથી ને યુવાઓમાં જાગૃતિ લાવવા નેશનલ ગેમ રમાશે

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ કોલેજોને પણ પ્રચાર-પ્રસાર કરવા સૂચના અપાઈ
  • એકમાત્ર મહિલા કોચ હતાં તે પણ પગાર ઓછો મળતા છોડી ગયા

રમત ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને સારી તાલીમ આપવામાં ઉદાસીનતા દાખવનાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હવે યુવાનોમાં નેશનલ ગેમ્સ પ્રત્યેની જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આગામી તા.૨૦મી સપ્ટેમ્બરથી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ અને ડુમસના દરિયા કિનારે ૩૬મી નેશનલ ગેમ્સ યોજાનારી છે. આ ગેમ્સમાં બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ , હેન્ડબોલ , વોલી બોલની રમત માં ભાગ લે વાકેફ થાય તે માટે જાણ જાગૃતિ માટે તા.૧૪મીના રોજ કાર્યક્રમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ યોજાશે.

જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય ના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી અને સૂરત શહેર મેયર હેમાલી બહેન બોગાવાલા ની ઉપસ્થિતિ રહી યુવાનોમાં જાગૃતિ લાવવા અને પ્રોત્સાહન પુરૂ પાડશે. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી પણ જોડાય છે અને યુનિવર્સિટીએ તમામ સંલગ્ન કોલેજોને પણ જાગૃતિ લાવવા અને યુવાનો પ્રોત્સાહિત કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

તો બીજી તરફ દિવા તળે જ અંધારુ જેવો ઘાટ યુનિવર્સિટીમાં જોવા મળ્યો છે. યુનિવર્સિટીની સ્પોર્ટસ પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. કરોડોના ખર્ચ કરીને સ્વિમિંગપુલ, ટ્રેક, હોકી ગ્રાઉન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડ સહિતની અનેક રમતો માટેની સુવિધા ઉભી તો કરવામાં આવી છે. પણ કોચની ભરતી કરવામાં આવતી નથી. અને માનિતાને હજારોની નોકરી આપનાર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સસ્તામાં કોચ જોઇએ છે. એટલે યુનિવર્સિટીને કોચ મળતા નથી. એક માત્ર મહિલા કોચ મળ્યા હતા. તે પણ યુનિવર્સિટીની નોકરી છોડીને ચાલી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...