ભરતી:જિલ્લા કલેક્ટરના તાબા હેઠળની કચેરીમાં 501 જગ્યા હજુ ખાલી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 915 જગ્યા પૈકી 414 પર જ ભરતી કરાઈ

કલેક્ટરના તાબા હેઠળ આવતી કચેરીમાં જ મંજુર મહેકમ 915 જગ્યાની સામે 414 જગ્યા જ ભરી છે. જ્યારે 501 એટલે કે 54.75 ટકા જગ્યા ખાલી હોવાથી ઇન્ચાર્જ કે આઉટ સોર્સિંગથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે.વર્ગ - 1 માં કુલ 26 જગ્યાની સામે માત્ર 16 જગ્યા ઉપર ભરતી કરવામાં આવી છે 10 જગ્યા ખાલી છે. વર્ગ - 2 માં કુલ 40 જગ્યા પૈકી 16 જગ્યા ઉપર ભરતી કરાઈ છે 24 જગ્યા ખાલી છે. વર્ગ- 3 નાયબ મામલતદાર ની કુલ 303 જગ્યા પૈકી માત્ર 183 જગ્યા ઉપર ભરતી કરાઈ છે 120 જગ્યા ખાલી છે.

વર્ગ- 3 ક્લાર્ક/ટાઈપીસની કુલ 267 જગ્યા મંજુર થયેલ છે જે પૈકી 118 જગ્યા ઉપર ભરતી કરાઈ છે અને બાકીની 149 જગ્યા ખાલી છે. વર્ગ - 3 મહેસુલી તલાટીની કુલ 189 જગ્યા મંજુર થયેલ છે જે પૈકી 62 જગ્યા ઉપર ભરતી કરાઈ છે અને બાકીની 127 જગ્યા ખાલી છે.વર્ગ - ૩ ડ્રાઈવરમાં કુલ 9 જગ્યા મંજુર થયેલ છે જે પૈકી માત્ર 1 જગ્યા ઉપર ભરતી કરાઈ છે અને બાકીની 8 જગ્યા ખાલી છે. વર્ગ - 4 પટાવાળાની કુલ 81 જગ્યા મંજુર થયેલી છે જે પૈકી માત્ર 18 જગ્યા ઉપર ભરતી કરાઈ છે અને બાકીની 63 જગ્યા આજે પણ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...