તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં 400 વેન્ટિલેટર, 200 પહેલાથી ફુલ, એક દિવસમાં સિવિલમાં 7 અને ખાનગી હોસ્પિટલમાં 1 ટેસ્ટ જ થાય છે

કોરોના વાઇરસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સુરતઃ આપણી હોસ્પિટલોમાં એટલા વૅન્ટિલેટર નથી કે દર્દીઓને દાખલ કરી સારવાર આપી શકીએ અને લેબોરેટરી માં પણ તમામ દર્દીઓની તપાસ કરી શકીએ એટલી ક્ષમતા નથી. દરરોજ માત્ર 10 સેમ્પલની તપાસ થઈ શકે છે. એમાં પણ સિવિલ હોસ્પિટલ માટે 7 અને પ્રાઈવેટ હોસ્પિટલ માટે માત્ર 3 સેમ્પલ તપાસ કરવાના આદેશ છે. શહેરની 50 મોટી હોસ્પિટલમાં લગભગ 400 વૅન્ટિલેટર મશીન છે. હાલ લગભગ 200 વૅન્ટિલેટર મશીનનો ઉપયોગ હાર્ટ, કિડની, લિવર, સિજેરિયન, હિપ રિપ્લેશમેન્ટ, ઍક્સિડન્ટ હેડ ઈન્જરી, મેજર ટ્યૂમરના ઓપરેશન જેવા કેસોમાં થઈ રહ્યો છે. 200 વેન્ટિલેટર ખાલી છે, 50 વૅન્ટિલેટર સરકારી હોસ્પિટલમાં છે અને 50 વેંટિલેટરની વ્યવસ્થા કરી શકીએ. એટલે કે કુલ 300 વૅન્ટિલેટર જ આપણી પાસે છે. જો તેનાથી વધુ દર્દીઓ આવે તો ન તો તપાસ થઈ શકશે અને ન સારવાર મળી શકશે. મનપા કમિશનર બંછાનિધિપાણીએ જણાવ્યું હતું કે આપણી પાસે એટલા સંસાધન નથી કે તમામ પોઝિટિવ દર્દીઓને સારવાર આપી શકીએ એટલા માટે તકેદારી રાખવી ખુબજ જ જરૂરી છે.

વૅન્ટિલેટરની સ્થિતિ

  • 45 વૅન્ટિલેટર સિવિલ હોસ્પિટલમાં
  • 15 વૅન્ટિલેટર આઇસોલેશન વોર્ડમાં
  • 30 વૅન્ટિલેટર સ્મીમેર હોસ્પિટલમાં
  • 12 વૅન્ટિલેટર આઇસોલેશન વોર્ડમાં
  • 50થી વધુ હેલ્થ સેન્ટરમાં વૅન્ટિલેટર નથી
  • 50 વૅન્ટિલેટર ખાનગી હોસિપ્ટલમાં
  • કુલ 200 વૅન્ટિલેટર ઉપલબ્ધ છે

વૅન્ટિલેટર કેમ જરૂરી?
કોરોના વાઇરસ પહેલા ગળામાં રહે છે. જેના કારણે ખાંસી થાય છે. ત્યારબાદ વાઇરસ ફેફસામાં જાય છે. જ્યાં જાળા જેવુ બનાવતો હોવાથી ફેફસામાં તકલીફ થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, માટે વૅન્ટિલેટર જરૂરી છે.

1 દર્દી 1 ડોક્ટર 1 નર્સ
કોરોના વાઇરસના દર્દીઓની હાલત દરેક વખતે બદલાઇ રહે છે. જેથી એક દર્દી માટે એક ડોક્ટર અને એક નર્સની જરૂર પડે છે. સિવિલ હોસ્પિટલમાં 12 ડોક્ટર સાથે 30 નર્સ સેવા આપી રહ્યા છે

સિવિલમાં 72 કલાકમાં 120 બેડની નવી વ્યવસ્થા
કોરોનાની આફતની પહોંચી વળવા નવી સિવિલમાં લાંબા સમયથી ખાલી પડેલી સ્ટેમસેલ હોસ્પિટલ બિલ્ડિંગમાં યુધ્ધના કોરાના માટે 120 બેડની હોસ્પિટલ કાર્યરત કરવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન થોડી ઉણપો જણાતા સિવિલમાં જ આવેલી સ્ટેમસેલ હોસ્પિટલના બિલ્ડિંગમાં 72 કલાકમાં આઇસોલેશન સહિતની વ્યવસ્થા ઉભી કરી કોરોના માટે અલગથી હોસ્પિટલ કાર્યરત કરવા માટે તાકીદ કરવામાં આવી છે. 

સીએચસી પીએચસીમાં દર્દીને સારવાર માટે ટેલીમેડિસિનની સુવિધા
નવી સિવિલમાં દર્દીઓ બીન જરૂરી ધસારો ન થાય તે માટે શનિવારથી ઈમરજન્સી સિવાયની ઓપીડી બંધ કરાઇ છે. સિવિલના તંત્ર દ્વારા દર્દીઓને ઓપીડી સારવાર ઘર નજીક સીએચસી પીએચસીમાં મળી રહે તે માટે 9 નંબરની ઓપીડીમાં ટેલીમેડિસિનની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં દર્દીઓને જે તે વિભાગના એક્ષપર્ટની જરૂર જણાય તો માર્ગદર્શન અપાઇ રહ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...