આજથી શ્રાદ્ધની શરૂઆત:પૂનમથી અમાસ સુધી 16 દિવસ શ્રાદ્ધ હોય છે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુત્ર, પૌત્ર, દોહિત્ર, દીકરી, જમાઈ તો ઠીક મિત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે

ભાદરવા મહિનાની પરણીમાંથી પિતૃ ક્ષની શરૂઆત થાય છે પૂનમ થી લઈને માસ સુધી શ્રાદ્ધ ચાલે છે તેમાં દરેક વ્યક્તિ પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ અને અર્પણ કરાવે છે પૌરાણિક માન્યતાઓ મુજબ આ દિવસોમાં શ્રાદ્ધ કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને પૂર્વજોને તૃપ્તિ મળે છે પૂર્વજોને મોક્ષ મળે છે.

10 મી સપ્ટેમ્બર પહેલું શ્રાદ્ધ અને 25મી સપ્ટેમ્બર અમાસનું સર્વ પિતૃ શ્રાદ્ધ આવશે. કોઈપણ વ્યક્તિના મૃત્યુની તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે જો મૃત્યુ પામેલા પિતૃઓની તિથિ અંગે જાણકારી ન હોય તો ે અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકાય છે. આ દિવસને સર્વ પિતૃ શ્રાદ્ધ યોગ માનવામાં આવે છે.

શ્રાદ્ધ પક્ષમાં શુભ કાર્યો કરાઈ નહીં તે માન્યતા દુર કરવી જોઈએ
માન્યતા મુજબ મૃત્યુ પામેલ વ્યક્તિના બેથી વધારે પુત્ર હોય તો મોટો પુત્ર અથવા સૌથી નાનો પુત્ર શ્રાદ્ધ કરી શકે. પુત્ર હાજર ન હોય તો પૌત્ર પણ શ્રાદ્ધ કરી શકે.પુત્ર અને પુત્ર ન હોય તો દીકરી પરણેલી હોય તો તેનું સંતાન એટલે કે દોહિત્ર શ્રાદ્ધ કરી શકે દીકરી પણ શ્રાદ્ધ કરી શકે. જમાઈ પણ શ્રાદ્ધ કરી શકે. મિત્ર પણ શ્રાદ્ધ કરી શકે. જેઓને લોહીના સંબંધ નથી અથવા તો પરિચયમાં નથી તેવા વ્યક્તિ પણ જો ઈચ્છતા હોય તો કોઈ પણ વ્યક્તિનું શ્રાદ્ધ કરી શકે છે.

આજે શ્રાદ્ધની પરિકલ્પના બદલાઈ ગઈ છે : પિતૃઓ પર શ્રદ્ધા રાખીને કરવામાં આવતો શ્રાદ્ધ પિતૃઓના તૃપ્તિ માટે કરાય છે પરંતુ આજે શ્રાદ્ધને પણ એક પ્રસંગના રૂપમાં બદલાવી દેવામાં આવ્યો છે માત્ર વાસ નાખવા પૂરતી ખીર બનાવવામાં આવે છે પરંતુ સગા સ્નેહીઓ મિત્રોને ભોજન માટે બોલાવાય છે ત્યારે લાડુ અન્ય મીઠાઈ, શ્રીખંડ, ખમણ વગેરે ઋતુને અનુરૂપ નથી તેવો ખોરાક પીરસવામાં આવે છે.

શ્રાદ્ધ માટે આયુર્વેદ શું કહે છે
ભારતમાં છ ઋતુ આવતી હોવાથી ઋષિઓએ દરેક પર્વમાં આહારવિહાર ની પદ્ધતિ બતાવી છે. શરદ ઋતુમાં શ્રદ્ધ પક્ષ આવે છે પિત્તજન્ય રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે તેથી મધુર અને સ્નિગ્ધનો ગુણધર્મ વાળો ખોરાક લેવાનું બતાવ્યું છે તેના માટે ખીર ઉત્તમ છે દૂધ, સાકર અને ચોખા ત્રણ મિક્સ કરીને ખીર બનાવવામાં આવતી હોય છે તેથી આ ઋતુમાં ખૂબ ઉત્તમ છે > ડો મનોજ ઉપાધ્યાય, એમ.ડી. આયુર્વેદ,

શ્રાદ્ધના દિવસોમાં પિતૃઓ રાજી થાય છે
શ્રાદ્ધ પક્ષમાં શુભ કાર્ય કરાય નહીં. માન્યતા ખોટી કયા પિતૃઓ એવા હોય છે કે જે પોતાના વંશજોની પ્રગતિથી ખુશ થાય નહીં. પિતૃના દિવસોમાં શુભ કાર્ય કરવાથી પિતૃઓઓ રાજી થતા હોય છે. કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ બારમાની વિધિ પૂર્ણ થયા પછી કોઈપણ શુભ કાર્ય કરી શકાય.> ચિંતન દિક્ષિત, ભૂદેવ.

અન્ય સમાચારો પણ છે...