મંજૂરી:નવા ઉધના ઝોનની કચેરી શરૂ કરવા સૈધ્યાંતિક મંજૂરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા ગાંધીસ્મૃતિ ભવન માટે કમિટી બનાવાઈ

સ્થાયી સમિતિની ગુરુવારે મળેલી બેઠકમાં થર્ડ વેવની સંભાવનાને પગલે રૂ. 1.17 કરોડ ખર્ચે 15.60 લાખ સિગલ યુઝ હેન્ડ ગ્લોવ્ઝ પેર ખરીદવા પર બ્રેક મારી હાલ 1 લાખ જ ખરીદાશે. અઢી કરોડના ખર્ચે નવા વરાછા ઝોનના મોટાવરાછામાં સિવિક સેન્ટર બનાવવાની દરખાસ્ત મુલતવી રખાઈ હતી તો માર્કેટ રેટ કરતાં 30 લાખ વધુ ચૂકવી રૂ. 1.42 કરોડના ખર્ચે ફાયર ફાઇટિગ રોબોટ ખરીદવા મંજૂરી અપાઇ હતી.

સ્થાયી ચેરમેન પરેશ પટેલનું કહેવું હતું કે, શહેરમાં સમાન સિવિક સેન્ટરો બનાવવા ભાવ, ડીઝાઇન સરખી હોય એ પ્રમાણે બનાવાશે. ફાયરની ઇમરજન્સી સેવા હોઇ 30 લાખ વધારો છતા મંજુરી આપી છે.. જ્યારે ઉધના ઝોનના વિભાજનને સૈધ્ધાંતિક મંજૂરી અપાઈ હતી.

ઉધના ઝોન-બી કનકપૂર-કનસાડ પાલિકાની બિલ્ડિંગમાં અને સચીન પાલિકામાં આરોગ્ય-ટેક્નિકલ, આકારણી વિભાગ વગેરે કાર્યરત કરાશે. ગાંધીસ્મૃતિ ભવનને તોડી નવું ભવન સાકાર કરી આ ભવનનો સર્વાધિક ઉપયોગ કરનારા 24 નાટ્યકાર, નૃત્ય સંગીતના કલાકારોની એક કમિટી બનાવાઈ છે, જે સુધારાવધારા સૂચવશે.

અડાજણમાં ગણેશોત્સવ માટે પ્લોટ ફાળવાયા
અડાજણ ફા.પ્લોટ નંબર 195 અને પ્લોટ નંબર 86 એમ બે પ્લોટને ગણેશ ઉત્સવ માટે 10 દિવસથી ભાડે અપાયા છે. ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે, રૂ. 5000નું ઉચ્ચક ભાડું લેવાશે. આ પ્લોટોનો ખાસ કોઈ ઉપયોગ થયો નથી. આ સહિતના કામે અપાઇ તો પ્લોટની જાળવણી તથા સફાઇ થતી રહેશે.

અન્ય સમાચારો પણ છે...