ભીમરાડ અને સચિન GIDCની ઘટના:બેંક મેનેજર અને હોમગાર્ડના ઘરમાંથી 3.73 લાખની ચોરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો દાગીના, ફોન સહિતની મતા લઇ ગયા

ભીમરાડમાં SBI બેંકના મેનેજર અને સચીન GIDCમાં હોમગાર્ડના ઘરેથી મળી 3.73 લાખની મતા ચોરી થઈ છે. મૂળ હરિયાણાના વતની અને ભીમરાડ સાંઇ કે જી હાઇટ્સમાં રહેતા સુમિત નરેશ જૈન ભાવનગરની એસબીઆઈ બેંકમાં મેનેજર છે. 18મી તારીખે સવારે જ્યારે તેઓ ઉઠ્યા તો તેમનો અને તેમના પત્નીનો મોબાઇલ ગાયબ હતો. મેનેજરે તપાસ કરતા અજાણ્યાએ ફલેટમાં પ્રવેશી મોબાઇલ, ઇયર ફોન, ઘડિયાળ અને ચાંદીનો સિક્કો મળી 1.98 લાખની ચોરી કરી ફરાર થયા છે. મેનેજરની પત્ની પણ સચીન જીઆઇડીસીની એસબીઆઈ બેંકમાં નોકરી કરે છે.બેંક મેનેજરે ફરિયાદ આપતા ખટોદરા પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો છે.

અન્ય બનાવમાં સચિન જીઆઈડીસીના તલંગપુર રોડ પર રહેતા હોમગાર્ડ નાગેન્દ્ર દિનેશ પાંડેના મકાનમાંથી 1.75 લાખની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો છે. 17મી તારીખે હોમગાર્ડ પરિવાર સાથે સાસરીમાં ગયો હતો. દરમિયાન તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી કબાટમાંથી સોના-ચાંદીના ઘરેણાં રૂ.1.75 લાખના ચોરી કરી ભાગી ગયા હતા. આ અંગે સચીન GIDC પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...