ક્રાઇમ:સુરતના ભેસ્તાનમાં જવેલર્સની દુકાનમાં બાકોરૂ પાડી રૂ.16 લાખની ચોરી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાગીના પણ લઇ ગયા, સીસીટીવી તોડી નાખ્યાં

ભેસ્તાન ચાર રસ્તા પાસે આવેલા ચોક્સી ર્કિતીકુમાર ચંદુલાલ શાહ જવેલર્સની દુકાનમાં દાદરની બાજુની દિવાલમાં એક ફૂટનું બાકોરૂ પાડી કાઉન્ટરના ખાનામાં મુકેલા 15.25 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં તેમજ 80 હજાર રૂપિયાની રોકડ મળી કુલ 16 લાખની મત્તાની ચોરી કરી ફરાર થયા છે.

ચોરોએ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા છે. કેમેરાનાં ડીવીઆર બાબતે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના 14મી તારીખે મધરાત્રે બની છે. જવેલર્સના માલિક નિખિલ ર્કિતીકુમાર શાહે પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આજુબાજુના સીસીટીની કેમેરાના ફૂટેજ મેળવી ચોરોનું પગેરૂ શોધવા કવાયત હાથ ધરી છે. ચોરોએ દાદરની બાજુની દીવાલમાં એક ફૂટ બાય એક ફૂટનું દિવાલમાં બાકોરૂ પાડી તેમાંથી બે ચોરો 14મી તારીખે મધરાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં અંદર ઘૂસ્યા હતા. બે ચોરો દુકાનમાં ચોરી કરતા દેખાયા છે. કોઈક ગેંગે ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા પોલીસને લાગી રહી છે.

અન્ય સમાચારો પણ છે...