તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિરમાંથી તસ્કરી:સુરતના હીરાબાગ સર્કલ પર આવેલા મેલડી માતાના સ્થાનકમાંથી દાગીના અને રોકડની ચોરી

સુરત3 મહિનો પહેલા
પોલીસે હાલ CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
  • તસ્કરો દ્વારા કરવામાં આવેલી સમગ્ર ચોરી CCTVમાં કેદ થઈ

સુરતના હીરાબાગ સર્કલ ઉપર આવેલા આસ્થાનું કેન્દ્ર એવા મેલડી માતાના મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે બે ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આસ્થાનું કેન્દ્ર એવા મેલડી માતાના મંદિરને પણ તસ્કરો દ્વારા નિશાના પર લેવાતો ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. હજારો મેલડી માતાના ભકતો આ વિસ્તારમાં રહે છે અને તેમના દ્વારા આ નાનું સ્થાનક બનાવવામાં આવ્યું હતું. મંદિરમાં માતાના દાગીના,છતર અને રોકડ રકમની ચોરી કરી હતી.સમગ્ર ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ હતી.

એક તસ્કરે રેકી અને બીજાએ માતાજીના સ્થાનકમાંથી ચોરી કરી હતી.
એક તસ્કરે રેકી અને બીજાએ માતાજીના સ્થાનકમાંથી ચોરી કરી હતી.

બે તસ્કરોએ ચોરી કરી
મંદિરમાં થતી સતત ચોરીની ઘટનાને લઇને ભક્તોમાં રોષ જોવા મળતો રહ્યો છે. હીરાબાગ સર્કલ ઉપર આવેલા મેલડી માતાના મંદિરની ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે, બે ઈસમો મેલડી માતાના સ્થાનક પર પહોંચે છે. ત્યારબાદ તેઓ આસપાસ સતત નજર રાખીને મેલડી માતાના મંદિરમાં માતાજીને ચડાવેલા ઘરેણા અને ભક્તો દ્વારા મૂકવામાં આવેલી રોકડ રકમ ચોરી પલાયન થઈ જાય છે. સમગ્ર ઘટનામાં સ્પષ્ટ દેખાય છે કે, એક ઈસમ ચોરી કરી રહ્યો છે અને બીજો ઈસમ સમગ્ર વિસ્તારમાં થતી અવરજવર ઉપર નજર રાખી રહ્યો છે. કચરાનો કોથળો સાથે લઈને જ તેઓ આવે છે. જેથી કરીને કોઈને તેમના ઉપર શંકા ન થાય.

તસ્કરો ચોરી કર્યા બાદ CCTVમાં કેદ થયા હતાં.
તસ્કરો ચોરી કર્યા બાદ CCTVમાં કેદ થયા હતાં.

પોલીસ કામગીરી સામે સવાલ ઉઠ્યા
મેલડી માતાના મંદિરમાં થયેલી ચોરીની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ધાર્મિક સ્થાનોને પણ ચોરો પોતાના નિશાના પર લેવાથી ચૂકતા નથી. મોટી સંખ્યામાં લોકો મેલડીમાતા માં શ્રદ્ધા રાખે છે તેવા સમયે થયેલી હવે આ ચોરીનો ભેદ પોલીસ ઉકેલે છે કે કેમ સાથે જ પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠાવાયા છે. કારણ કે, જાહેર રસ્તા પર મંદિર આવેલું હોવા છતાં તસ્કરો નચિત થઈને કોઈ રોક ટોક વગર ચોરી કરતાં હોવાનું CCTVમાં સ્પષ્ટ થઈ રહ્યું છે. હાલ પોલીસે CCTVના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી શકે છે.