સુરત / લોકડાઉન દરમિયાન કરીયાણાના ગોડાઉનમાંથી 40 ગુણ ચોખાની ચોરી, જાણભેદુ હોવાની આશંકા

કરીયાણા દુકાનની સામે જ આવેલા ગોડાઉનમાંથી ચોરી થઈ
X

  • 6 તેલના ડબ્બા પણ ચોરી ગયા
  • સીસીટીવી કેમેરા ઉંધા કરી દીધા

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 08:04 PM IST

સુરતઃ કોરોનાની માહામારીના લોકડાઉન દરમિયાન માનદરવાજા પદમાનગરની એક કરીયાણાના ગોડાઉનમાંથી તાળું ખોલી 40 ગુણ ચોખા અને 6 તેલના ડબ્બાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. રાજુ કરીયાણા નામની દુકાનના ગોડાઉનમાં થયેલી ચોરી બાબતે વેપારીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 7 વાગે પોલીસે દુકાન બંધ કરાવતા તેઓ ઘરે ચાલી ગયા હતા. આજે સવારે દુકાન અને ગોડાઉન સામે સામે હોવાથી દુકાન ખોલ્યા બાદ ગોડાઉન ખોલતા જ તમામ ચોખાની ગુણો અને તેલના ડબ્બા ગાયબ થઈ ગઈ હતી. CCTV કેમેરા પણ ઉંધા કરી દેવાયા હતા. કોઈ પરિચિત વ્યક્તિનું જ કામ કહીં શકાય છે. લગભગ લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું લાગી રહ્યું છે. હાલ સલાબતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઈ રહ્યા છે.

લોકો જોવા એકઠાં થયા

ઘટનાની જાણ થતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. દુકાન માલિક રાજુભાઇ શ્યામભાઈ આપડે ડીંડોલી એલ એન પાર્કમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી