ક્રાઇમ:ઉધના મગદલ્લા રોડની દુકાનમાંથી 7 લાખ મતાની ચોરી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉધના મગદલ્લા રોડ પર આવેલા શિવશંભુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 7મી તારીખે મધરાત્રે ત્રાટકેલા ચોરે સાડીની દુકાનમાંથી રોકડ 6.94 લાખ અને સાડીઓ નંગ-25 રૂ.28 હજાર મળીને 7.22 લાખના મતાની ચોરી કરી હતી. ચોરે ગ્રીલને કોઈ સાધન વડે તોડી ઓફિસમાં પ્રવેશી એકાઉન્ટ ઓફિસમાંથી રોકડની ચોરી કરી છે. દુકાનનાં સીસીટીવીમાં ચોર મોઢા પર સફેદ કપડું ઓઢી પ્રાણીઓની જેમ ચાલીને ચોરી કરતો દેખાય છે.

ચોરે દુકાનનાં સીસીટીવીના કેબલો કાપી નાખ્યા હતા. ખટોદરા પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ડિંડોલી પ્રતિષ્ઠા રો હાઉસમાં રહેતા સાડીના હોલસેલર વેપારી હિતેશ પાટીલે ફરિયાદ આપી છે. જેના આધારે ખટોદરા પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છેકે દુકાનની બારીમાં સેન્સર પણ લગાવેલું હતું પરંતુ ટેકનિકલ ખામીને કારણે સેન્સર પણ ચાલુ થયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...