સુરતના અલથાણ રોડ સ્થિત ખોડીયાર નગર ખાતે આવેલા ખોડીયાર માતાના મંદિરમાં ચોરીની ઘટના બની છે. અજાણ્યા તસ્કરો મંદિરમાંથી અંદાજીત 30થી 35 હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. બીજી તરફ આ મામલે મંદિરના પુજારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું
સુરતના અલથાણ રોડ ખોડીયાર નગર ખાતે ખોડીયાર માતાનું મંદિર આવેલું છે. મોડી રાતે તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું. જેમાં મંદિરના દરવાજાનો નકુચો તોડી તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરમાં રહેલી દાન પેટી તોડી તેમાં રહેલી દાનની આશરે 30થી 35 હજારની રકમ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારમાં મંદિરના પુજારી મંદિરમાં આવતા તેઓને મંદિરમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી અને ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા જેમાં બે ઈસમો મંદિરમાં પ્રવેશી ચોરી કરતા નજરે ચઢ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ મંદિરના પુજારી અશોકકુમાર સેવક દ્વારા ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તસ્કરોને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
સીસીટીવીના આધારે તપાસ
શહેરમાં લોકોના ઘર ઓફીસ બાદ હવે મંદિરમાં પણ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. તસ્કરો હવે મંદિરને પણ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી મંદિરોમાં ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. શહેરમાં આ પ્રકારની ટોળકીઓ અલગ અલગ મંદિરોને પોતાના નિશાના ઉપર લઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.