તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:થિએટર, ગેમિંગ ઈન્ડસ્ટ્રીને દોઢ વર્ષમાં 500 કરોડનું નુકસાન, 2 હજાર લોકોએ નોકરી ગુમાવી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 100 સિંગલ થિએટરમાંથી 30 બંધ થયા

કોરોનાને કારણે શહેરની એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીને ખુબ જ મોટું નુકસાન થયું છે. થિએટર, ગેમિંગ ઝોન અને વોટર પાર્કમાં કામ કરતાં અનેક કર્મચારીઓની નોકરી પણ છૂટી ગઈ છે. દોઢ વર્ષમાં સુરતની થિએટર ઈન્ડસ્ટ્રીને 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રી એટલે કે, ગેમિંગ ઝોન અને વોટર પાર્ક મળીને કુલ 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

કોરોનાને કારણે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી બંધ હોવાને કારણે 2 હજાર લોકોની નોકરી પણ છૂટી ગઈ હોવાનું આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે. કોરોનાના કેસ ઓછા થતાં સરકાર હવે એન્ટરટેઈમેન્ટ ઈન્ડસ્ટ્રી ખોલવા માટે પરવાનગી આપે તેની રાહ હાલ સંચાલકો જોઇ રહ્યા છે.

થિએટરોના બેન્કવેટ હોલ અને કેફે પણ બંધ
થિએટરોમાં ફિલ્મની ટિકિટ, કેફે, જાહેરાતમાંથી સૌથી વધારે કમાણી થતી હોય છે. આ ઉપરાંત શહેરના અમુક મલ્ટિપ્લેક્સમાં બેન્કવિટ હોલ છે. જેથી સંચાલકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

50 સિંગલ થિએટરમાં 3 હજાર કર્મચારી હતાં
શહેરમાં કુલ 15 જેટલા મલ્ટીપ્લેક્સ છે અને 50 જેટલા સિંગલ થિએટર છે. જેમાં કુલ 3 હજાર કર્મચારીઓ કામ કરતા હતાં. કોરોના કાળમાં અંદાજે 2 હજાર લોકોની નોકરી છૂટી ગઈ છે. જ્યારે મલ્ટીપ્લેક્સ માલિકોને પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...