સુરતના સમાચાર:પ્રી- સ્કૂલના ભૂલકાઓના કિલકિલાટથી ગૂંજ્યુ પ્રાણી સંગ્રહાલય, સિંહ-વાઘની ત્રાડ સાંભળી મનોરંજન માણ્યું

સુરત21 કલાક પહેલા
  • કૉપી લિંક

શિયાળાની શરૂઆત થતાં જ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રવાસની મોસમ જામતી હોય છે. મનોરંજનની સાથે સાથે માહિતીસભર જ્ઞાન આપતાં પ્રવાસો દરેક સ્કૂલ દ્વારા કરવામાં આવતાં હોય છે. ત્યારે આ વખતે સરથાણા જકાતનાકા અને મોટા વરાછામાં આવેલી વાત્સલ્ય પ્રી ઈન્ટરનેશનલ સ્કૂલના ભૂલકાઓને પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે લઈ જવામાં આવ્યાં હતાં.

પ્રાણી સંગ્રહાલયમાં કિલકિલાટ
નાના ભૂલકાઓના કિલકિલાટથી સતત ગૂંજ શાળાની જગ્યાએ પ્રાણી સંગ્રહાલયમાં સંભળાઈ હતી. મોટી સંખ્યામાં બાળ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યાં હતાં. અહિં બાળકોએ સિંહ-વાઘની ત્રાડ સાંભળીને ડરવાની જગ્યાએ મનોરંજનની સાથે સાથે માત્ર ટીવી કે મોબાઈલની સ્ક્રિન કે શાળાની દિવાલો પર ચિત્રોમાં જોવાની જગ્યાએ હરતા ફરતાં પ્રાણીઓને જોઈને માહિતીની સાથે મજા માણી હતી.

એક સરખા કપડાંમાં માહોલ અલગ જ બન્યો
વાત્સલ્ય સ્કૂલના સતિષભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સરથાણા નેચર પાર્કમાં બાળકોને ખૂબ મજા આવી હતી. અહિં અમે અમારા દરેક બાળકોને લઈને ગયા હતાં. બાળકો એક જ સરખા કપડા પહેરીને મોજ મજા કરતાં નાસ્તો કરતાં કરતાં માહિતી મેળવતાં જોવા મળ્યાં હતાં. વિદ્યાર્થીઓની હાજરીથી પ્રાણીઓ પણ ખુશ થયા હોય તેવો અલગ જ માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...