સુરતમાં કતારગામ ઝોન દ્વારા બંધાયેલ બાંધકામોના પુરાવા રજૂ કરવા મકાન માલિકો નોટિસ પાઠવતા સોસાયટીના લોકો કતારગામ ઝોન કચેરી પર પહોંચ્યા હતા. પરસોતમ નગર સોસાયટીના જમીન વિવાદને લઈને જમીન માલિક દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં કેસ કરવામાં આવ્યો છે. જેને કારણે જેમના દ્વારા સોસાયટીમાં બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે તેઓની ચિંતામાં વધારો થયો છે.
પરસોતમ નગર સોસાયટીમાં 70 ટકા મકાનો બંધાઈ ગયા છે
હાઈકોર્ટ દ્વારા મનપાને નોટિસ પાઠવમાં આવતા કતારગામ ઝોનના અધિકારીઓ દોડતા થયા છે. કતારગામ ઝોન દ્વારા મિલકતોના પુરાવા રજૂ કરવા માટે મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે. પરસોતમ નગર સોસાયટી માં 70 ટકા મકાનો બંધાઈ ગયા છે. આકારણી ચોપડે મિલકતો દાખલ થઈ હોવા છતા નોટિસ પાઠવતા મકાન માલિકોના જીવ તાળવે ચોંટી ગયા છે.
બાંધકામને નુકસાન તો ન થાય એ પ્રકારની ભીતિ સેવાઈ
રહિશો કતારગામ સુરત ખાતેના અધિકારીઓને રજૂઆત કરવા પહોંચ્યા છે. આકરણીમાં તેમણે રૂપિયા ભર્યા હોવા છતાં કાયદેસર રીતે મનપા દ્વારા તેમને રકમ ઉઘરાવી લીધી છે છતાં પણ આ પ્રકારનો વિવાદ કયા કારણસર તેને લઈને હવે રહીશોની મૂંઝવણ વધી છે. હાઇકોર્ટ દ્વારા નોટિસ આપતાની સાથે જ રહીશ તો એટલા માટે ચિંતામાં મુકાયા છે કે કોર્પોરેશન દ્વારા જમીન માલિક જેવી વાત છે તે હવે સપાટી પર આવી ગયો છે. સ્થાનિક રહીશોને ચિંતા છે કે એમના દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે તેને કોઈ નુકસાન તો ન થાય એ પ્રકારની ભીતિ સેવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.