તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:રાશિ પરિવર્તનને લીધે વાદ-વિવાદનો અંત આવશે, યુવાનો-સ્ત્રીઓ માટે શુભ સમય

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 10 ડિસેમ્બરે શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી 24 દિવસ સુધી ભ્રમણ કરશે

10 ડિસેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી 24 દિવસ એટલે 3 જાન્યુઆરી 2021 સુધી ભ્રમણ કરશે. વૃશ્ચિક રાશિને સ્ત્રી અને શુક્ર ગ્રહને સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે. જેથી આ ભ્રમણ વધારે શુભ છે. જ્યોતિષી આશિષ રાવલે જણાવ્યું હતું કે, શુક્ર ગ્રહનું મૂળભૂત કારકત્વ સુખ-સમૃદ્ધિ, પ્રેમ-સ્નેહ, લાગણી, વૈભવી કપડાં, ગાડી, બંગલો, લગ્ન જીવન, મોટી આવક, નારી, પત્ની, યૌન જીવનનું સુખ, ફૂલ, વાહન, ચાંદી, આનંદ, કળા, વાદ્યયંત્ર અને રાજસી પ્રવૃત્તિનો કારક ગ્રહ છે. આ ભ્રમણ યુવાવર્ગ તેમજ સ્ત્રી વર્ગ માટે વધુ લાભપ્રદ બની રહેશે.

કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોને વેપાર નોકરીમાં ફાયદો થશે

 • મેષ: આવકમાં વધારો. પારિવારિક પરિસ્થિતિમાં ખટરાગ થઈ શકે. યુરીન સંબંધી તકલીફનો સામનો કરવો પડશે. જીવનસાથી સાથે વિવાદની પરિસ્થિતિ ઊભી થશે.
 • વૃષભ: જીવનસાથી સાથે ઝઘડો થશે તો સમાધાન કરવામાં મુશ્કેલી આવશે. પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખવી.
 • મિથુન: નોકરિયાત વર્ગ માટે શુભ સમય, કર્મચારીને બઢતી મળશે. અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. કબજિયાતની તકલીફ થાય.
 • કર્ક: યુવાનોને વિદેશમાં સારી જોબ ઓફર મળશે. ભૌતિક સુખ સુવિધામાં વધારો તેમજ જાવક વધી શકે.

 • કુંભ: ઘણા સમયથી અટકેલા નાણા પરત મળવાની શક્યતા છે. ભૌતિક સુખ સુવિધા પાછળ ખર્ચ કરશો.નવા રોકાણ અને ધંધામાં મોટો ફાયદો થશે.
 • ધન: આકસ્મિક રીતે તમારા ખર્ચાઓ વધશે. માનસિક સુખ અને શાંતિ મળશે.ધંધા માટે સમય સારો છે.
 • મકર: વડીલો દ્વારા આવકમાં વધારો થાય. સંતાનથી શુભ સમાચાર મળે. પેટને લગતી તકલીફો થઈ શકે.
 • મીન: ધાર્મિક પ્રવાસ પર્યટન થાય. નાના ભાઈથી લાભ. શુભ કાર્યો માટે ખર્ચો થાય.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો