કોર્ટનો નિર્ણય:કરંટ લાગતા યુવકે DGVCL પર કેસ કર્યો, કોર્ટે 17 લાખ અપાવ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણીમાં નિકળતી વખતે ડીપીને અડતાં કરંટ લાગ્યો હતો

10 વર્ષ અગાઉ પાંડેસરા જીઆઇડીસીમાં વરસાદી પાણી વચ્ચેથી પસાર થતી વેળા ડીપી નજીક કરંટ લાગતા મુંબઇનો યુવક 60 ટકા દાઝયો હતો. ઘટના બાદ અરજદાર યુવકે દક્ષિણ ગુજરાત વીજ કંપની અને જે તે ઇજનેર સામે 50 લાખનું વળતર માગતો દાવો કર્યો હતો. 10 વર્ષ ચાલેલી કાનૂની લડત બાદ કોર્ટે 17 લાખનું વળતર 7 ટકા વ્યાજ સાથે મંજૂર કર્યું હતું. આ ઘટના બાદ યુવકના પિતા પણ આઘાતમાં મોતને ભેટયા હતા ઉપરાંત કેમકિલનો ધંધો પણ બંધ થયો હતો.

મુંબઇ, મલાડ ઇસ્ટમાં રહેતો 24 વર્ષીય સચીન બાહેતી પિતાના કેમિકલના બિઝનેસના કામ અર્થે સુરત આવ્યો હતો. તા. 20મી સપ્ટેમ્બર 2011એ પાંડેસરામાં પાણીમાંથી પસાર થતી વખતે રસ્તા પર ડીપી નજીક કરંટ લાગતા 60 ટકા દાઝયો હતો. સચીનને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં 20 લાખનું બિલ આવ્યું હતું. એડવોકેટ જિજ્ઞેશ ભરૂચાવાલા અને જિજ્ઞેશ ચૌહાણ મારફત ડીજીવીસીએલ અને તેના ઇજનેર સામે 50 લાખનો દાવો માંડયો હતો. 16માં એડિ. સિનિયર સિવિલ જજે 17 લાખનો દાવો મંજૂર કરી દાખલ તારીખથી 7 ટકાનું વ્યાજ આપતો હુકમ પણ કર્યો હતો.

ચાર બહેન અને વિધવા માનો એક સહારો
સચીને દાવા અરજીમાં જણાવ્યું હતું કે,અકસ્માત બાદ પોતે અશક્ત થતા પિતાનો ધંધો સંભાળી ન શકતા છેવટે ધંધો બંધ થતા આવકના તમામ સાધન બંધ થઈ ગયા હતા. વિધવા માતાની જવાબદારી આવી હતી ઉપરાંત સચીનને 4 બહેનો પણ છે.

અન્ય સમાચારો પણ છે...