તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:યુવક ATMમાં રૂપિયા ગણવા બેઠો ને ઠગે કાર્ડ બદલી 91 હજાર ઉપાડી લીધાં

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

હજીરાની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો બીરેન્દ્ર શિવનાથ યાદવ 6 ડિસેમ્બરે ભટલાઈ ગામના આઈસીઆઈસીઆઇ બેંકના એટીએમમાંથી 5 હજાર ઉપાડી રૂપિયા એટીએમમાં ગણવા માટે બેઠો હતો તે સમયે અજાણ્યા શખ્સે તેનો એટીએમ કાર્ડ બદલી નાખ્યો હતો. પછી તેના એટીએમમાંથી 8 તારીખથી લઈ 20 તારીખ સુધીમાં શહેરના જુદા જુદા એટીએમમાંથી રૂ. 91 હજારની રકમ ઉપાડી લીધી હતી. આ સમય દરમિયાન યુવકનો મોબાઇલ પણ બંધ હતો. આથી મેસેજ તે જોઈ શકયો ન હતો. પછી તેણે એટીએમ કાર્ડ બ્લોક કરાવી દીધો હતો. હાલમાં ઈચ્છાપોર પોલીસે યુવકની ફરિયાદ લઈને અજાણ્યા સામે ચીટીંગનો ગુનો નોંધી એટીએમના સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો